ગાઝિયાબાદના નાના હરિદ્રાર તરીકે ઓળખાતા ઘાટ પર મહિલાઓના ચેન્જિંગ મની ઉપરના સીસીટીવી કેમેરાથી રેકોડિગનો મામલો સામે આવ્યો છે. આ બાબતની જાણકારી મળ્યા બાદ મુરાદનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી છે. જે બાદ ધાર્મિક સ્થળના ધર્મગુ મુકેશ ગિરી વિદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.ડીસીપી વિવેક ચંદે કહ્યું કે ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.
ચેન્જિંગ મમાં સીસીટીવી કેમેરાની પણ પુષ્ટ્રિ કરવામાં આવી છે. આ મામલે મુકેશ ગિરી વિદ્ધ કલમ ૩૫૪, ૩૫૪(), ૫૦૪ અને ૫૦૬ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તમામ હકીકતો તપાસવામાં આવી રહી છે. બીજી તરફ મામલાની માહિતી મળતાં વહીવટીતંત્રની ટીમ ત્યાં પહોંચી અને તપાસ કરી અને ઉપરથી ચેન્જિંગ મને કવર કરાવ્યો. ઉપરાંત ઘાટની આસપાસ બનેલી ગેરકાયદેસર દુકાનોને પણ જેસીબીની મદદથી દૂર કરવામાં આવી હતી.
મોબાઈલ પર લાઈવ સ્ટ્રીમિંગ થતું હતું
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કેમેરાનું લાઈવ ફીડ ઉમેશ ગીરીના મોબાઈલમાં હતું. તેથી, તેની પાસે આ વિશે માહિતી ન હોય તે બાબત શકય નથી. હવે રેકોડિગ સાચવવામાં આવ્યું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તેનો મોબાઈલ પણ ફોરેન્સિક લેબમાં ટેસ્ટિંગ માટે મોકલશે, જેથી કોઈ ડેટા ડિલીટ થયો હોય તો તેની માહિતી મેળવી શકાય
આ રીતે થયો ઘટસ્ફોટ
મળતી માહિતી મુજબ, ૨૧ મેના રોજ મહિલા તેની પુત્રી સાથે ન્હાવા માટે ઘાટ પર આવી હતી. બે દિવસ પછી મહિલાને ખબર પડી કે છત વગરના ચેન્જિંગ મની ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યો છે. જેમાં તેનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ બાબતે તે મુકેશ ગીરીને મળવા ગઈ હતી અને યારે તેણે તેનો વિરોધ કર્યેા તો તેની સાથે દુવ્ર્યવહાર કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ પછી તેણે પોલીસમાં ફરિયાદ કરી. મહિલાના કહેવા પ્રમાણે, આરોપી સીસીટીવી કેમેરાની મદદથી તેના મોબાઈલમાં લાઈવ વીડિયો જુએ છે
પોલીસને ૫ દી'નો રેકોર્ડ મળ્યો
આ મામલે ડીસીપીએ કહ્યું કે આ મામલાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘાટ પર લગાવવામાં આવેલા લગભગ ૮–૧૦ કેમેરામાંથી એક કેમેરા ખુલ્લા ચેન્જિંગ મની ઉપર છે. ત્યાંથી જ કરાયેલા ડીવીઆરમાં પાંચ દિવસના ફટેજ મળી આવ્યા હતા. તેમાં લગભગ ૩૦૦ વીડિયો મળી આવ્યા છે. આ કેમેરા કયારે લગાવવામાં આવ્યો હતો અને કેટલા સમયથી રેકોડિગ કરવામાં આવ્યું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે. આમાં અન્ય લોકોની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech