ભાવનગરના શખ્સએ સ્ટેટ મોનિટરિંગ ભાવનગર-અમદાવાદ શોર્ટ હાઈવે રોડ પરથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો. મોનીટરીંગ સેલને મળેલી બાતમીના આધારે અમદાવાદ શોર્ટ હાઇવે પર ભડભીડ ટોલનાકા પેટ્રોલિંગ દરમિયાન હરિયાણા પાસિંગમો ટ્રક નીકળતા તેને ઉભો રાખવી તલાસી લેતા ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ભાવનગર ખાતે અજાણ્યા શખ્સએ લઇ આવતા શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતા. જેમાં ગંગારામ કાસુરામ જાટએ પોતાના કજાના ટેન્કર ટ્રક નંબર HR-65-A-8262 માં તથા નાસી છૂટેલા અનીલ પાંડીયા (રહે, રૂપનગર, ફતેહપુર સીકર રાજસ્થાન) તથા તૌફીક (રહે.ચુરુ, રાજસ્થાન) તથા પવનર્સિંગ (રહે.બાખાસર બાડમેર, રાજસ્થાન)એ ભેગા મળી આયોજીત કાવતરુ રચી ઓક્સિજન લીક્વીટના ટેન્કરમાં ગેરકાયદેસર વિદેશી દારૂ પંજાબ ખાતેથી ટેન્કર નં.HR-65-A-8262 માં ભરી આપી, તે દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે ભાવનગર ખાતે અજાણ્યા શખ્સએ મંગાવી તેને આ દારૂનો જથ્થા આપવા આવતા પોલીસે ટોલ નાકા નજીકથી ઝડપી લીધા હતા. ઝડપાયેલ શખ્સ ગંગારામ કાસુરસમ જાટે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ/બીયરની બોટલો નંગ-૧૬૬૮૦ કિંમત રૂપિયા ૩૩,૦૦,૭૨૦ મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦, સેકડા રકમ રૂ. ૩૧૮૦, વાહન ટેન્કર નં. HR-65-A-8262 કિ.રૂ. ૨૫,૦૦,૦૦૦ જે તમામ મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૫૮,૧૩,૮૮૦ નો મુદ્દામાલ કબજે કરાયો હતો. સ્ટેટ મોનીટરીંગની ગાંધીનગરની ટીમ ધોલેસ-ભાવનગર હાઈવે, ભડભીડ ટોલટેક્ષ ખાતે આવતાં ખાનગી રહે બાતમી માહિતી મળેલ કે, “એક સફેદ કલરનું આર.ટી.ઓ.૨જી, નં.HR-65-A-8262 ના ઓક્સિજન ટેન્કરમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે દારૂ ભરેલ ટેન્કર ધોલેરા, પીપળી તરફ થી આવી ભડભીડ ટોલટેક્ષ થઈ ભાવનગર તરફ જનાર છે." વિગેરે મતલબની ખાતમી હકીકત મળેલ હોય જે બાતમી હકીકતની જાણ થતા રેઈડનું આયોજન કરેલ અને ખાનગી વાહનો રોડની સાઇડમાં ઉભા રાખેલ વોઆ રહેતા ટેન્કર ટ્રક નંબર HR-65-A-8262 ધોલેરા-ભાવનગર હાઇવે ભડભીડ ટોલનાકા પાસેથી ટ્રેન્કર નં. HR-65-A-8262 પસાર ટોલ નાકા પાસેથી રોડની સેડની સાઇડમાં ટેન્કર ઉભું રખાવ્યું હતું. અને બાદમાં ટેન્કર ચાલકને ડ્રાઈવરને ટેન્કરની અંદર શું ભરેલ છે? જે બાબતે પંચો રૂબરૂ પુછતાં ટેન્કર ખાલી હોવાનું ચાલક જણાવેલ હતું. જેથી ટેન્કર ચાલકને સાથે રાખી પાછળના ભાગે જતાં દરવાજો બનાવેલ હોય જે લોક મારેલ હોય ચાલકને ટેન્કરના પાછળના ભાગનો દરવાજો ખોલવા જણાવતાં પોતાની પાસે રહેલ ચાવી વડે લોક ખોલી આપેલ હતો. જે ટેન્કરના પાછળના ભાગે ત્રણ ગેસ પ્રેસર મીટર તથા ઓન/ઓફના કોક લગાડેલ હતા. જે ત્રણેય મીટરમાં પ્રેસર ઝીરો બતાવેલ અને ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો હોવાની પાકી માહિતી હોય ટેન્કર ચાલકને પુછપરછ કરતાં ટેન્કરમાં દારૂ ભરેલ હોવાનું જણાવી પોતે ખોલી બતાવ્યો હતો. બાદ ટેન્કર ચાલકે પ્રથમ ઉપર નીચે રહેલ બંન્ને પ્રેસર મીટરને ખોલી તેની અંદર રહેલ ભોલ્ટને એલએનકી ના પાના વડે ખોલેલ, તે બાદ વચ્ચેના ભાગેથી અંદરની બાજુ ધક્કો મારતાં નાનો દરવાજો બનાવેલ હોય તે ખુલેલ જેની અંદર જીતાં થોડી જગ્યા હોય અને સામે ટેન્કરની અંદરના ભાગે પાટેશન મારેલ હોય જે પોટેશનના બોલ્ટને પાના વડે ખોલી અંદર જોતાં ખાખી કલરના ખોખાઓ મુકેલ હોય જે ખોખાઓમાં જોતાં તેમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે ટેન્કર ચલાક ગંગારામ કાસુરામ જાટ (ઉ.વ.૨૯, ધંધો-ડ્રાઇવીંગ રહે,રણજીતપુરા, તા. કોલાયત,જિ.બીકાનેર રાજસ્થાન)ની અટકાયત કરી હતી. શખ્સની.તલાસી લેતા તેની પાસેથી રોકડ રકમ રૂ.૩૧૬૦ તથા બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે ટેન્કરને સનેસ પોલીસ મથક ખાતે લાવી ગેસ કટરની મદદથી ખોલવા આવતા ટેન્કરમાંથી વિદેશી દારૂ/બીયરની બોટલો નંગ-૧૬૬૮૦ જેની કિંમત રૂપિયા ૩૩,૦૦,૭૨૦ મોબાઇલ ફોન નંગ-૦૨, કિ.રૂ.૧૦,૦૦૦, સેકડા નાણાં રૂ.૩૧૮૦ અને વાહન ટેન્કર જેની કિંમત ૨૫,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૫૮,૧૩,૮૮૦ નો મુદ્દામાલ સાથે મળી મળી આવ્યો હતો. અને પોલીસે ટેન્કર સહીત મુદ્દામાલ અને ચાલકને સનેસ પોલીસ મથક ખાતે સોંપી આપી ભાવનગરના શખ્સ સહીત પાંચ સામે પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech