જાહેર પાર્કિંગમાં સામાન સાથે મુકેલી ૧૦૧ લારી તંત્રએ સીઝ કરી

  • April 03, 2024 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના હાર્દ સમા ઘોઘાગેટ અને શાક માર્કેટ વિસ્તારમાં ગઈકાલે મ્યુ. તંત્ર દ્વારા તમામ પ્રકારના દબાણોનો સફાયો કરાયા બાદ આજે આ વિસ્તારોમાં પુનઃ દબાણો ઉભા કરવામાં આવ્યા હોય મહાપાલિકાના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા ૨૫થી પણ વધુ લારીઓ સહિતના નાના-મોટા દબાણો હટાવી માલ-સામાન જપ્ત કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે દરમ્યાન હેવમોર ચોક અને શાકમાર્કેટ તેમજ તળાવમાં થયેલા દબાણો ઉપાડવા માટે ટીમ પહોંચી હતી ત્યારે ગંગાજળીયા તળાવ ખાતે મ્યુ. તંત્ર દ્વારા બનાવવામાં આવેલા જાહેરપાર્કિંગમાં વાહનોના બદલે સામાન ભરેલી લારીઓના થપ્પા નજરે ચડતા ટીમ દ્વારા ૧૦૧લારીઓને સ્થળ પરજ સીઝ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે શહેરની મુખ્ય શાકમાર્કેટની સામેના ભાગે આવેલી જગ્યાને મ્યુ. તંત્ર દ્વારા જાહેર પાર્કિંગ બનાવાયું હતું. પરંતુ વાહનોની સંખ્યા વધતા સ્થાનિક વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામની સર્જાતી સમસ્યાના હલ રૂપે ગંગાજળીયા તળાવમાં કે જ્યાં પહેલા સીટી બસ માટેના સ્ટેન્ડ હતા તે બંધ કરી ત્યાં વિશાળ જાહેર પાર્કિંગ બનાવાયું હતું. પરંતુ આ પાર્કિંગમાં દબાણકર્તાઓ દ્વારા સામાન ભરેલી ૧૦૧જેટલી લારીઓ મુકી ગેરકાયદેસર ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવતા તમામ લારીઓ સ્થળ પરજ સીઝ કરી મ્યુ.તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application