મોરબી જિલ્લ ો કૃષિ ક્ષેત્રે પણ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર્રમાં અદકે સ્થાન ધરાવે છે. બાગાયતી કૃષિમાં દાડમના વાવેતર અને ઉત્પાદનમાં મોરબી જિલ્લ ો સૌરાષ્ટ્ર્રમાં પ્રથમ યારે સમગ્ર રાયમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. જિલ્લ ાના અંદાજિત ૨૫૦૦ ખેડૂતો દાડમની ખેતી કરે છે, જેમાંથી ૨૦૦૦ જેટલા ખેડૂતો તો ફકત હળવદ તાલુકાના છે. હળવદ તાલુકામાં દાડમના વેચાણ માટે પાંચ ખાનગી માર્કેટિંગ યાર્ડ(મંડી) આવેલા છે. મોરબી જિલ્લ ામાં અંદાજિત ૪૫૦૦ હેકટરમાં અને હળવદ તાલુકામાં ૩૮૦૦ હેકટરમાં દાડમની ખેતી થાય છે. બાગાયતી પાકો માટે સરકાર ખેડૂતોને રોપાના વાવેતર સહિત વિવિધ સહાય આપે છે, જે થકી આ વિસ્તારના ઘણા ખેડૂતોની આવક ડબલ થઈ છે. જે સખત પુષાર્થ અને સરકારના સહકાર થકી ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે તેની પણ પ્રતીતિ કરાવે છે.
કુદરતે મોરબીને માટીનું વૈવિધ્ય અપ્યુ છે, વિશ્વને સિરામીકની વિવિધ પેદાશો આપતી સિરામીકની માટી પણ મોરબીની ભૂમિમાં છે, તો મગફળી, કપાસ અને અનેક બાગાયતી પાકો પી સોનુ યાં ઉપજે છે તેવી ફળદ્રત્પપ જમીન પણ મોરબી પાસે છે. તેમાં કંકુવરણી ભૂમિના પ્રદેશ તરીકે ઓળખાતો હળવદ તાલુકો બાગાયતી ખેતીમાં વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ગુણવત્તાની દ્રષ્ટ્રિએ અગ્રેસર છે. પાંચાળ પ્રદેશની આ માટીમાં ધરતી પુત્રના પુષાર્થ થકી પારસમણિ નિપજે તેવી શકિત રહેલી છે. ત્યારે બાગાયતી ખેતીના ક્ષેત્રે દાડમની ખેતીમાં હળવદ એક અનન્ય સ્થાન ધરાવે છે.
દાડમની ખેતી વર્ષે .૮૦ લાખ રળી આપે છે. આર્થિક સમૃધ્ધિ વધવાની સાથે ખેતરોમાં શ્રમિકોને પણ રોજગારી મળે છેઈશ્વરનગર ગામના ખેડૂત પ્રફુલભાઈ ધનજીભાઈ રાજપરા છેલ્લ ા ૭ વર્ષથી ૪૫ વીઘા જમીનમાં દાડમની ખેતી કરે છે. તેમણે જણાવ્યું હતું કે , મારી કુલ જમીન ૯૦ વીઘા છે. અમે વર્ષેાથી પરંપરાગત પાકોની ખેતી કરતા હતા. દસેક વર્ષ અગાઉ સ્થાનિક બાગાયત અધિકારી મને મુંબઈ બાગાયતલક્ષી કૃષિ સેમિનારમાં ભાગ લેવા લઇ ગયા હતા. ત્યાં દાડમ સહિતની આધુનિક ખેતી વિશે માર્ગદર્શન અપાયુ હતું. ત્યારે કશુંક નવું કરવાની ઇચ્છા અને ખેતીમાં ઉત્પાદન – નફો વધારવા દાડમની ખેતીની શઆત કરી. દાડમના રોપાના વાવેતર માટે ખર્ચના ૪૦ ટકા લેખે .અઢી લાખની સહાય સરકાર દ્રારા આપવામાં આવી હતી. આ ઉપરાંત, દાડમની ખેતી માટે જરી એવા મીની ટ્રેકટર માટે . ૫૦,૦૦૦ તથા દવા છંટકાવ માટે . ૨ લાખના સ્પ્રેયર પંપની ખરીદી માટે પણ મને સરકારી સબસીડી મળી. ચોમાસુ અને ઋતુ અનુકુળ હોય તો વર્ષે . .૮૦ લાખથી પણ વધુનું ઉત્પાદન મળી રહે છે. જેનાથી અમારા જેવા ખેડૂતોની આર્થિક સમૃધ્ધિ વધી છે અને ખેતરોમાં કામ કરતા માણસોને પણ રોજગારી મળી રહે છે. હળવદના દાડમની ઉત્તમ ગુણવત્તાના કારણે વિદેશમાં પણ માંગ છે. અમારી પાસેથી એજન્ટ દાડમની ખરીદી કરી ગુણવત્તા મુજબ ગુજરાત બહારના રાયમાં તથા બાંગ્લાદેશ સહિતના અન્ય દેશમાં નિકાસ કરે છે.
સરકારની રોપાના વાવેતર માટેની સહાય, ડ્રીપ ઈરીગેશન, મીની ટ્રેકટર માટેની સબસીડીની સહાય થકી વાર્ષિક ૧૦૦ થી ૧૫૦ ટન જેટલું દાડમનું ઉત્પાદન થાય છે: અંદાજિત ૬૦ લાખથી વધુ આવક થાય છે ઈશ્વરનગરના ખેડૂત ભરતભાઈ માકાસણા. આ ૩૫ વર્ષીય યુવાન એમ.બી.એ.નો અભ્યાસ છોડી ખેતી ક્ષેત્રે કંઈક નવીન કરવાના વિચાર સાથે જોડાયા છે
પાંચ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં વાર્ષિક એક કરોડનું ટર્ન ઓવર
હળવદમાં થઈ રહેલ દાડમના મબલખ ઉત્પાદનના કારણે હળવદ વિસ્તારમાં જ દાડમ માટેના જ પાંચ જેટલા ખાનગી માર્કેટિંગ યાર્ડ પણ આવેલા છે. આ બાબતે દાડમ માર્કેટ ના વેપારી જણાવ્યું હતું કે હળવદના ખેડૂતોને દાડમ વેચવા કયાંય બહાર ન જવું પડે અને ઘર આંગણે જ તેમને સારા ભાવ મળી રહે તે માટે હળવદ વિસ્તારમાં પાંચ ખાનગી ફ્રત્પટ માર્કેટ યાર્ડ (મંડી) કાર્યરત છે.અલગ અલગ માર્કેટ યાર્ડમાં વાર્ષિક અંદાજિત ચાર હજારથી પાંચ હજાર ટન દાડમની આવક થાય છે અને જેનું વાર્ષિક ટર્ન ઓવર એક નું ૨૦ થી ૨૫ કરોડ જેટલું છે. જેથી હળવદના પાંચ ફ્રત્પટ માર્કેટ મળી કુલ અંદાજિત સો કરોડ જેટલું વાર્ષિક ટર્ન ઓવર અપેક્ષિત છે. હળવદ વિસ્તારના દાડમ ગુણવત્તા મુજબ દુબઈ, મલેશિયા, બાંગ્લાદેશ, નેપાળ સહિત વિવિધ દેશોમાં તથા ગુજરાત બહાર લખનઉ, કાનપુર, દિલ્હી, બેંગ્લોર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, શિલીગુડ્ડી, યુપી, મહારાષ્ટ્ર્ર સહિતના રાયોમાં નિકાસ કરવામાં આવે છે.
બાગાયત ખાતા દ્રારા દાડમના પાક માટે વિવિધ સહાય
મોરબી જિલ્લ ામાં ૪૫૦૦ હેકટરમાં (હળવદ તાલુકામાં ૩૮૦૦) હેકટરમાં દાડમ પાકનું વાવેતર થાય છે. બાગાયત ખાતા દ્રારા ચાલુ વર્ષે દાડમ પાકના વાવેતર માટે ૬૦૦ હેકટર વિસ્તારમાં ખેડૂતોને સહાય અપાઇ આપવામાં આવી છે. મોરબી જિલ્લ ાના મદદનીશ બાગાયત નિયામક બ્રિજેશ જેઠલોજા જણાવ્યું હતું કે, બાગાયત ખાતા દ્રારા બાગાયતી ખેડૂતોને સહાય આપવામાં આવે છે. દાડમ પાકને ગોરાડુ અને મધ્યમ કાંપની જમીન અને સૂકું વાતાવરણ વધુ માફક આવે છે. બાગાયત ખાતા દ્રારા દાડમ સહિતના ફળ પાકના વાવેતર માટે ખેડૂતોને ૧ લાખના ખર્ચની સામે ૪૦ હજાર જેટલી સહાય ત્રણ હામાં ચૂકવવામાં આવે છે. મોરબીમાં ચાલુ વર્ષે ફળ પાકના વાવેતર માટે ૧૪૫ લાખ અને અન્ય મુખ્ય ઘટકોમાં ૧૨૫ લાખની સહાય બાગાયત ખાતા દ્રારા આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMનિરાશાની ખાઈમાંથી બહાર આવ્યો અક્ષય,'હેરા ફેરી 3'પર આપ્યું અપડેટ
January 22, 2025 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech