ઉત્તરાખંડ ટનલ બાંધકામમાં સર્વે રિપોર્ટની સદંતર અવગણના થઇ

  • December 04, 2023 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તરાખંડમાં યમુનોત્રી હાઈવે પર ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ ઓલ વેધર રોડ પર નિમર્ણિાધીન સિલ્ક્યારા-દંડલગાંવ ટનલ તૂટી પડવાને લઈને ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે.ડીપીઆર (વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ)માં જીઓ ટેકનિકલ સર્વે રિપોર્ટને ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો. રિપોર્ટમાં જે પહાડમાં ટનલ બનાવવામાં આવી રહી છે તેને સખત ખડક તરીકે વર્ણવવામાં આવી હતી અને જ્યારે ખોદકામ શરૂ થયું ત્યારે તે બરડ માટીનો પહાડ હોવાનું બહાર આવ્યું હતું.આ અંગે નેશનલ હાઈવે કોર્પોરેશનથી લઈને ટનલ નિમર્ણિ કંપ્ની નવયુગ સુધી કોઈ ટનલ પ્રોજેક્ટના ડીપીઆર અંગે જવાબ આપવા તૈયાર નથી. જ્યારે નવયુગ કંપ્નીએ આ ડીપીઆર ઓસ્ટ્રિયા-જર્મનીની બનડિર્ર્ કંપ્ની પાસેથી તૈયાર કરાવ્યો હતો.
બનડિર્ર્ કંપ્નીના જણાવ્યા અનુસાર, આ ટનલના નિમર્ણિની શરૂઆતથી, અહીંની ભૂસ્તરશાસ્ત્રીય પરિસ્થિતિઓ ટેન્ડરમાં વ્યક્ત કરવામાં આવેલી આશંકા કરતાં વધુ મુશ્કેલ સાબિત થઈ છે.ટનલનું કામ જુલાઈ 2022માં પૂર્ણ થવાનું હતું. ટનલ સંબંધિત દસ્તાવેજો અનુસાર, સિલ્ક્યારા ટનલ સાઇટનો ભૂસ્તરશાસ્ત્રીય અહેવાલ ટીએએસપીએલ અને જીઈએસ ફર્મ દ્વારા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયને સુપરત કરવામાં આવ્યો હતો. કોઈ પણ પેઢીએ અગાઉ આવા પ્રોજેક્ટ પર કામ કર્યું હોવાનો કોઈ રેકોર્ડ નથી. જોકે, સિલ્ક્યારા-દંડલગાંવ ટનલનું કામ વર્ષ 2018માં શરૂ થયું હતું. તેની અંતિમ તારીખ જુલાઈ 2022 રાખવામાં આવી હતી. ત્યાર બાદ 16 મહિના વીતી ગયા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application