શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર મહીકા ગામના પાટીયા પાસે આવેલી ઠાકર ધણી હોટલમાં સુપરવાઇઝર તરીકે કામ કરનાર મૂળ કલકત્તાના શખસે અહીં કાઉન્ટરમાંથી રોકડ પિયા ૩૨,૦૦૦ અને એક ટેબલેટ સહિત કુલ પિયા ૪૭ હજારની મત્તા ચોરી કરી નાસી ગયો હતો. સીસીટીવી ફટેજ ચકાસતા સુપરવાઇઝરના આ કરતુતનો ભાંડાફોડ થતા હોટલ માલિકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસે આરોપીને ઝાલાવડ પંથકમાંથી ઝડપી લીધો હોવાનું માલુમ પડું છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ઢેબર રોડ પર પીડીએફ કોલેજ માટે પાસે રહેતા ભાવેશભાઈ અરજણભાઈ વિકાણી(ઉ.વ ૪૬) દ્રારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં હોટલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરનાર આલોક મજમુદારનું નામ આપ્યું છે. ભાવેશભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓની ભાવનગર હાઈવે મહિકા ગામના પાટીયા આગળ ઠાકરધણી નામની હોટલ આવેલી છે ગત તા. ૧૯૫ ના રાત્રીના તેઓ હોટલના કાઉન્ટરને તાળું મારી ઘરે જતા રહ્યા હતા. હોટલની બહાર ચા પાનનું કાઉન્ટર ચાલુ હતું અને હોટલના મમાં કારીગરો સુતા હતા.
સવારના દસેક વાગ્યે તેઓ અહીં પોતાની હોટલે આવતા કાઉન્ટરનો લોક તૂટેલું હોય અંદર રાખેલા રોકડ . ૩૨,૦૦૦ અને ટેબલેટ જોવા મળ્યું ન હતું બાદમાં સીસીટીવી ફટેજ ચકાસતા રાત્રિના બે વાગ્યે આસપાસ હોટલનો સુપરવાઇઝર આલોક મજમુદાર કાઉન્ટરનો લોક તોડી ચોરી કરતો હોવાનું નજરે પડું હતું. બાદમાં તેને ફોન કરતા તે ફોન ઉઠાવતો ન હતો જેથી આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તપાસ હાથ ધરી હોટલમાંથી રોકડ અને ટેબલેટની ચોરી કરનાર હોટલના સુપરવાઇઝર મૂળ કલકત્તાના વતની આ આલોકને સુરેન્દ્રનગર પાસેથી ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech