ગુજરાત સફાઈ કામદાર મહામંડળ લડી લેવાના મૂડમાં
ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોના વિવિઘ પડતર પ્રશ્નો અને માંગણીઓના મુદ્દે ચાલતું આંદોલન આજે ત્રીજા દિવસમાં પ્રવેશ્યું છે. આ આંદોલનમાં ગુજરાત સફાઈ કામદાર મહામંડળ આક્રમક મૂડમાં હોવાનું ચિત્ર ખડું થયું છે. જેમાં ખાસ કરીને નગરપાલિકાના કર્મચારીઓના પેન્શન ફંડના રૂપિયા સાડા સાત કરોડની રકમ નગરપાલિકામાં કર્મચારીઓ ઈ.પી.એફ. ફાળાની રકમ કર્મચારીઓના જી.પી.એફ.ની રકમ અને વીમા પોલિસીની રકમ કર્મચારીઓના પગારમાંથી કપાત કરી, આવી કર્મચારીઓના હક્ક ફંડના કરોડો રૂપિયાની રકમ અન્ય કામોમાં પેમેન્ટ કરીને એક પ્રકારનો જાણે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સફાઈ કામદાર મંડળ દ્વારા કરવામાં આવ્યો છે.
જે મહામંડળ દ્વારા ખંભાળિયા નગરપાલિકાનું ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમની જોગવાઈઓ મુજબ વિસર્જન (સુપરસીડ) કરી, આવા કથિત ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જવાબદારો પાસેથી કર્મચારીઓના હક્કના નાણાં વસુલ કરવા ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન ફાઈલ દાખલ કરવા તજવીજ થઈ રહી છે. તેમ ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ મહામંત્રી રમેશ વાઘેલાની એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech