ભારતીય શેરબજારના રોકાણકારો માટે આ સાહ કભી ખુશી કભી ગમ જેવું રહ્યું હતું. રોકાણકારોએ આ અઠવાડિયે તેમના રોકાણો ડૂબતા જોયા છે અને પછી તેમના નાણાંમાં જોરદાર વધારો પણ જોવા મળ્યો છે. ૪ જૂન ૨૦૨૪ ના રોજ લોકસભા ચૂંટણીની ગણતરીના દિવસે શાસક પક્ષ ભાજપને સ્પષ્ટ્ર બહત્પમતી ન મળવાને કારણે રોકાણકારોને ૩૧ લાખ કરોડ પિયાનું નુકસાન થયું હતું. પરંતુ તે પછી આગામી ત્રણ ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં ઝડપી રિકવરીને કારણે રોકાણકારોએ જંગી નફો કર્યેા અને ત્રણ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં પિયા ૨૮.૬૬ લાખ કરોડનો વધારો થયો.
એકિઝટ પોલના અંદાજોને કારણે ૩જી જૂનને સોમવારે બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેકસ–નિટી જીવનકાળની ટોચે પહોંચી ગયા હતા. માર્કેટ કેપ પણ પ્રથમ વખત પિયા ૪૨૬ લાખ કરોડના સ્તરે પહોંચી ગયું હતું પરંતુ ૪ જૂને ચૂંટણી પરિણામોમાં ભાજપને બહત્પમતી ન મળતાં બજારમાં ઘટાડાની સુનામી આવી હતી. તે દિવસે સેન્સેકસ ૪૩૮૯ પોઇન્ટના ઘટાડા સાથે ૭૨,૦૭૯ પોઇન્ટ અને નિટી ૧૩૭૯ પોઇન્ટના ઘટાડા સાથે ૨૧૮૮૪ પોઇન્ટ પર બધં રહ્યો હતો.
પરંતુ યારે સાથી પક્ષોના સહયોગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં એનડીએ સરકાર બનવા જઈ રહી હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું ત્યારે બજારે શાનદાર વાપસી કરી હતી. અને છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેકસમાં ૪૬૧૪ પોઈન્ટ અને નિટીમાં ૧૪૦૦ પોઈન્ટનો વધારો થયો છે. શુક્રવારે સેન્સેકસમાં ૧૬૧૮ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે અને નિટીએ માત્ર એક જ સેશનમાં ૪૭૦ પોઈન્ટનો ઉછાળો જોયો છે. બીએસઈપર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ પણ પિયા ૩૯૪.૮૩ લાખ કરોડથી વધીને પિયા ૪૨૩.૪૯ લાખ કરોડ થયું છે. ત્રણ દિવસમાં ભારતીય શેરબજારનું મૂલ્યાંકન ફરી ૫ ટિ્રલિયન ડોલરને પાર કરી ગયું છે.
હાલમાં, ભારતીય શેરબજારનું માર્કેટ કેપ હવે તેના જીવનકાળના ઉચ્ચતમ સ્તર કરતાં માત્ર પિયા ૨.૫૦ લાખ કરોડ ઓછું છે. રવિવાર ૯ જૂનના રોજ, નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લેશે અને તે જ દિવસે તેમની કેબિનેટના અન્ય સભ્યો પણ શપથ લેશે અને તે પછી પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવશે. તે પછી માનવામાં આવે છે કે બજારમાં આ ઉછાળો આગામી સાહમાં પણ ચાલુ રહી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech