ગુજરાતના યુવાનો માટે એક નવી ઉંચાઈ હાંસલ કરવાની તક! રાજ્ય સરકાર દ્વારા આયોજિત રાજ્ય સ્તરની પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૪ ડિસેમ્બરના રોજ ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ પર્વત પર યોજાશે.
જરાત સરકારશ્રીનાં રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્રારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય સંચાલિત રાજયકક્ષા પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૪- ૨૫નું આયોજન તા.૨૪ ડિસેમ્બર ૨૦૨૪નાં રોજ ઓસમ પર્વત, પાટણવાવ, તા.ધોરાજી,જિ.રાજકોટ ખાતે યોજાશે.
આ સ્પર્ધા જુનીયર વિભાગનાં ભાઈઓ તેમજ બહેનોના બે ભાગમાં આયોજીત થશે.ભાગ લેવા આવનાર સ્પર્ધકોએ તા.૨૩ ડિસેમ્બર ૨૦૨૪નાં રોજ બપોર પછી ૦૩:૦૦ થી ૦૫:૦૦ કલાક સુધીમાં ઓસમ પર્વત તળેટી,પાટણવાવ, તા.ધોરાજી ખાતે કાર્યાલય પર પોતાનું ફરજીયાત રિપોર્ટીંગ કરાવવાનું રહેશે. તા.૨૪ ડિસેમ્બર ૨૦૨૪નાં રોજ સવારે ૦૭:૦૦ કલાક થી ભાઈઓ તેમજ સવારે ૦૭:૩૦ કલાક થી બહેનો માટે સ્પર્ધા યોજવામાં આવશે.
રાજય સરકાર દ્રારા સ્પર્ધકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ૧ થી ૧૦ ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોને પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.નિયત સમયમાં અગાઉથી અરજી કરનાર પાત્રતા ધરાવતા ભાઈઓ-બહેનો જ હરિફાઈમાં ભાગ લેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી, રાજકોટ એચ.વી.દિહોરાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંગીત સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન, સંગીત જગતમાં શોકનું મોજું
December 11, 2024 07:45 PMરાજકોટ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જળસંચય જન ભાગીદારી બેઠક યોજાઇ
December 11, 2024 07:44 PMરાજ્ય સ્તરની ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે આ તારીખે...
December 11, 2024 07:42 PMરોજીંદા જીવનમાં વપરાતી આ તમામ દવાઓ પર આ વર્ષે લાગ્યો પ્રતિબંધ
December 11, 2024 05:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech