રાજય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે

  • January 18, 2025 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫–૨૬ માં રાય સરકાર દ્રારા લઘુતમ ટેકાના ભાવે  ૨,૪૨૫– પ્રતિ કિંવટલ ઘઉંની ખરીદી ગુજરાત રાય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે.
લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાયમાં સ્થાનિક કે ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે કરવામાં આવી રહી છે. તે મુજબ નોંધણી કરાવવા ઈચ્છુક ખેડૂતોએ નોંધણી માટે જરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધતન ગામ નમુનો ૭, ૧૨ ૮ ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો અ ની નકલ તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાયના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવાની રહેશે.
ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે.ખેડુત ખાતેદારના બાયોમેટિ્રક ઓથેન્ટીકેશન દ્રારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે, જેની નોંધ લેવાની રહેશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા જણાવાયું છે. ડોકયુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોકયુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે. અને ખરીદી માટે જાણ નહી કરવામાં આવે તેની પણ નોંધ લેવાની રહેશે.
ટેકાના ભાવે નોંધણી કરાવવા બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૩૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે, તેમ જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application