મહાશિવરાત્રી મેળો અંતિમ ચરણમાં પહોંચ્યો છે. અન્ન ક્ષેત્ર દ્રારા સ્વાદિષ્ટ્ર ભોજન પીરસવામાં આવી રહ્યા છે. ગાયત્રી શકિતપીઠ ખાતે બાબા મિત્ર મંડળના અન્નક્ષેત્રમાં સવારથી રાત સુધી હરિહરનો સાદ ગુંજી રહ્યો છે. ઉંધીયુ, છોલે ભટુરે, ચોખા ઘીના મોહનથાળ, ગાંઠીયા સહિતની અવનવી વાનગી નો હજારો લોકો ભરપેટ આરોગી રહ્યા છે.આવતીકાલે શિવરાત્રીએ ફરાળી વાનગી પીરસવામાં આવશે.અને ગાયત્રી શકિતપીઠ ખાતે લઘુ દ્ર યજ્ઞ થશે.
જૂનાગઢમાં હરતા ફરતા અન્ન ક્ષેત્ર તરીકે પ્રખ્યાત બાબા મિત્ર મંડળ દ્રારા શહેરમાં ભોજન રથના માધ્યમથી ભૂખયાની જઠરાિ ઠારે છે. પરંતુ મહાશિવરાત્રી અને પરિક્રમા મેળા દરમ્યાન પણ ગાયત્રી શકિતપીઠ ખાતે છ દિવસ સુધી અન્ન ક્ષેત્ર ચલાવી સવારથી રાત સુધી ભાવતા ભોજન પીરસવામાં આવે છે. બાબા મિત્ર મંડળના નિલેશભાઈ માળી અને ભાવિનભાઈ દોગાના જણાવ્યા મુજબ મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાએ શુક્રવારે પાલખી યાત્રા યોજાઇ હતી. ત્યારબાદ ગાયત્રી શકિતપીઠ ખાતે અન્નપૂર્ણા યજ્ઞ પૂર્ણ થયા બાદ અન્ન ક્ષેત્રનો પ્રારભં કરાયો હતો. ગિરનાર રોડથી ભવનાથ તળેટી તરફ જતા રસ્તે ગાયત્રી શકિતપીઠ ખાતે પ્રથમ અન્ન ક્ષેત્ર આવે છે.દરરોજ સવારે નાસ્તાથી લઈ બપોરે અને રાત્રે અવનવી વાનગી પીરસવામાં આવે છે.૮૦થી વધુ સ્વયંસેવકોની ટીમ છ દિવસ દરમિયાન કામગીરી માટે ખડે પગે છે.હજારો લોકો ભોજનનો લાભ લે છે. અન્ન ક્ષેત્રમાં રસોયાની મહિલાઓની ટીમ દ્રારા ઘરથી પણ ભાવતું ભોજન બનાવવામાં આવે છે. દરરોજ અવનવી વાનગીમાં ભરેલા રીંગણા અને બટેટાનું શાક, ઐંધિયું, બાજરા અને ઘઉંની રોટલી, નાયલોન ખમણ, બુંદી ગાંઠિયા, ચોખા ઘીના મોહનથાળ તથા મસાલા સંભારો, આ ઉપરાંત રાત્રે ગિરનારી ખીચડી, કઢી, છાશ રોટલી, પૂરી, છોલે ભટુરે, પુલાવ, ટમેટા કાકડી રાયતું સલાડ સહિતની વાનગીરસવામાં આવે છે. ઉપરાંત સવારે અને સાંજે પ્રસાદીમાં ચા અને શરબત પીવડાવવામાં આવે છે. છ દિવસ દરમિયાન અંદાજિત બે થી અઢી લાખ ભાવિકો ભોજન પ્રસાદનો લાભ લેશે.
આવતીકાલે મહાશિવરાત્રીના દિવસે રસ ચેવડો, બટેટાની ચિપ્સ, ફરાળી ખીચડી અને ભૂંગળા તથા છાશ સહિતની વાનગીઓ પીરસવામાં આવશે.દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉપરાંત સંતો મહંતો અને રાજકીય સામાજિક આગેવાનો પણ અન્ન ક્ષેત્રની મુલાકાતે પહોંચે છે. આવતીકાલે મહાશિવરાત્રીના દિવસે ગાયત્રી શકિતપીઠ ખાતે લઘુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં શાક્રોત વિધિ હવન સાથે મહાદેવની આરાધના કરવામાં આવશે
તળેટીમાં સ્વાદિષ્ટ્ર ભજીયાના પ્રસાદ લેવા ભાવિકો ઉમટયામહાશિવરાત્રી મેળામાં ભાવિકોને ભાવતા ભોજન પીરસવા અન્ન ક્ષેત્ર ધમધમતા થયા છે.વિવિધ અને વિશિષ્ટ્ર પ્રકારની વાનગીઓ ભાવભેર પીરસવામાં આવી રહી છે. તળેટી વિસ્તારમાં ગેટ પાસે જલારામ સત્સગં મંડળ સાવરકુંડલા અને લોહાણા મહાજન વરાછા સુરત જય વીર દાદા જશરાજ સેનાની ટીમ દ્રારા ભાવિકોને અવનવી વેરાયટીના ગરમા ગરમ ભજીયાનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ટીમના પ્રશાંતભાઈ મજીઠીયા અને ઋષિભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ રઘુવંશી આગેવાનોની ટીમ દ્રારા શુદ્ધ સિંગતેલમાંથી બનાવાયેલા મેથી, વાટીદાળ ,ભરેલા મરચા, પતરી, બટેટા વડા, સહિતના ભજીયા સ્વાદિષ્ટ્ર ચટણી સાથે પીરસવામાં આવી રહ્યા છે.ભાવિકો પ્રસાદનો અવિરત લાભ લઈ રહ્યા છે. ભજીયાનો પ્રસાદ લેવા ભાવિકો કતાર લગાવી રહ્યા છે
દિગંબર સાધુઓ સમાધિ અવસ્થા તો કોઈ ચલમની ચુસકી લઈ શિવ ભકિતમાં લીન
શનિવારથી શ થયેલ મહાશિવરાત્રી મેળો અંતિમ ચરણમાં છે. ત્યારે ભવનાથ તળેટીમાં સાંજથી માનવ મહેરામણ ઉમટી પડું હતું. જૂનાગઢ તળેટીમાં જાણે કે રાત્રે સૂર્યેાદય થયો હોય તેવી ભીડ જોવા મળી રહી છે. મેળાના મુખ્ય આકર્ષણ ગણાતા નાગા સાધુઓ પોતાની વિવિધ અવસ્થાઓમાં બેસી લોકોને દર્શન આપી રહ્યા છે. લોકવાયકા મુજબ તળેટીમાં મહાશિવરાત્રી મેળા દરમિયાન સાક્ષાત મહાદેવ કોઈને કોઈ સ્વપે દર્શન જેવા આવે છે જેથી મેળામાં બિરાજ થયેલા સાધુઓ ના દર્શન કરવા લોકો કતારો લગાવે છે. બેઠેલા પૈકી કોઈ સાધુ સમાધી અવસ્થામા બેસી પોતાની શકિતનો પરિચય તો કોઈ નાગા સાધુ ચલમની ફુંકણી કરી રહ્યા છે,કોઈ ભભૂત લગાવી ધ્યાન મ, તો કોઈ ચા ની પ્રસાદી લોકોને પીરસી રહ્યા છે.તળેટી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ સ્થળોએ બેસેલા દિગંબર નાગા સાધુઓના જય ગિરનારીના નાદ સાથે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.મેળામાં રાત્રિના સમયે ભજન અને લોક ડાયરો સાંભળવા વિવિધ ઉતારામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech