મહુવા તાલુકાના જાદરા ગામ પાસે આવેલ એક હોટલમાં મહુવાના અગ્રણી ઉદ્યોગપતિના પુત્રએ મહિલાને બોલાવીને શારીરિક અડપલા કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જે અંગેની મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ મહુવા શહેરમાં રહેતી મહિલાએ મહુવા ગાંધીબાગ પાછળ રહેતા મહુવાના અગ્રણી ઉદ્યોગપતિના પુત્ર નિકુંજ જીલુભાઈ ભૂકણ વિરુદ્ધમાં મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેણીના બહેનપણીએ એકાદ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલ હોય જે કેસમાં પોલીસમાં નિવેદન લખાવવા બાબતે નિકુંજ સાથે સંપર્ક થયો હતો.
પરિણીતા મહીલા સાથે સંપર્કમાં આવ્યા બાદ તેને હોટલમાં બોલાવી તેની સાથે કુચેષ્ઠા કરતા યુવક સામે ગુનો દાખલ થવા પામ્યો હતો. મહીલા સાથે અડપલા કરી પજવણી કરનારો નિકુંજ ભુંકણના પિતા જીલુભાઈ ભુકણ મહુવાના એક જાણીતા ઉદ્યોગપતિ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના ડાયરેક્ટર તેમજ મહુવા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ સભ્ય હોવાનું તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી હોવાનું જાણવા મળ્યુ હતું. ઇન્સ્ટાગ્રામ તથા સ્નેપ ચેટ તથા અવારનવાર મોબાઇલમા વાત કરતા જેથી મહિલાના પતિએ ના પાડવા છતાં ગત તારીખ ૧૨:૮ના રોજ બપોરના ૧:૪૫ વાગ્યે નિકુંજ ભૂકણએ મહુવાના જાદરા ગામ પાસે આવેલ હોટલમાં મહિલાને રૂબરૂ મળવા માટે બોલાવી અને હોટલના ઉપરના રૂમમાં લઈ જઈ મહિલાને સેટી ઉપર બેસાડી મહિલા સાથે બાથ ભીડી શારીરિક અડપલા કરી ગળાના ભાગે ચીટીયા ભરતા મહિલા રૂમમાંથી ભાગી હતી જે દરમ્યાન મહિલાનો પતિ હોટલ પર આવી જઈને મહિલાને પોતાને ઘરે લઈ આવેલ હતો.
ઘટનાની વાયુ વિગતો બહાર આવતા મહુવા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઉક્ત બનાવ અંગે મહુવા ગામ્ય પોલીસે નિકુંજ જીલુભાઈ ભુકણ વિરુદ્ધમાં કલમ બી.એમ.એસ બી.એન.એસ ૭૫ કલમ મુજબનો ગુનો નોંધીને આગળની તપાસ પી.એસ.આઈ આર. જે યાદવે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech