ગોંડલના બેટાવડ ગામે રહેતા પ્રૌઢ પાસેથી રાજકોટમાં રહેતો જમાઈ ગાડી બહુમાળી ભવનમાં ભાડે મૂકવાનું કહી કાર લઈ ગયો હતો. બાજુમાં તેણે આ કાર સસરાની જાણ બહાર વેચી નાખી હોય જે અંગેની જાણ થતા સસરાએ જમાઈ સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલના બેટાવડ ગામે રહેતા દિપકસિંહ દિલુભા જાડેજા(ઉ.વ 54) નામના પ્રૌઢે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં રેલનગર પાસે બંધુલીલા પાર્ક સમર્પણ સોસાયટી પાછળ રહેતા મૂળ સુરેન્દ્રનગરના મૂળીના વતની પોતાના જમાઈ રવિરાજસિંહ દેવેન્દ્રસિંહ પરમારનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી પાંચેક માસ પૂર્વે તેમના જમાઈ રવિરાજસિંહ અહીં સાસરીયે આંટો મારવા આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, તમારી પાસે અર્ટીગા ગાડી છે અને અહીં પડી રહે છે તેના કરતાં રાજકોટ બહુમાળી ભવન ખાતે ભાડે મૂકી દઈએ જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, કેટલું ભાડું આવશે? જમાઈએ કહ્યું હતું કે માસિક રૂપિયા 50,000 ભાડું મળશે અને ગાડીનો ખર્ચો તમારા પર રહેશે. બાદમાં ફરિયાદી પોતાની આ આર્ટીગા ગાડી નંબર જીજે 10 ડીજી 2552 જમાઈ રવિરાજસિંહને ભાડે આપવા માટે આપી દીધી હતી.
એક મહિનો પૂરો થયા બાદ રવિરાજસિંહને ગાડીના ભાડાનું પૂછતા તેને કહ્યું હતું કે, તમે કંઈ ઉપાધી ન કરો ગાડી મારી પાસે જ છે અને રૂપિયા આવી જશે. ત્યારબાદ ત્રણેક મહિના સુધી અવારનવાર ફોન કરવા છતાં જેમાં ભાડું મળી જશે તેવી વાત કરતો હતો પરંતુ ભાડું આપ્યું ન હતું. દોઢ એક મહિના પૂર્વે જમાઇએ ગાડી વેચી નાખી હોવાની વાત મળતા ફરિયાદીએ અહીં આવી તપાસ કરતા કોઠારીયા રોડ પર સુભાષભાઈ રામાણીના ગેરેજમાં ગાડી પડી હોય તેમને આ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે આ ગાડી અમે લીધી છે. બાદમાં આ બાબતે જમાઈ રવિરાજસિંહને અવારનવાર ગાડી બાબતે કહેતા થોડા સમયમાં ગાડી અપાવી દઈશ તેવી વાત કરી હતી. પરંતુ આજદિન સુધી ભાડું પણ ન ચૂકવી અને ગાડી પણ પરત ન આપતા અંતે સસરાએ જમાઈ સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાદરી નહિં પણ એઆઈથી હવે ૧૦૦ ભાષાઓમાં સાંભળી શકશે જીસસ
November 23, 2024 10:59 AMઓખામાં બેંકમાં કામ અર્થે ગયેલા વૃદ્ધનું મૂર્છિત અવસ્થામાં મૃત્યુ
November 23, 2024 10:58 AMબેટ-દ્વારકામાં ઇલેક્ટ્રીક કેબલ વાયરની ચોરી
November 23, 2024 10:57 AMચોર ચેન્નાઈથી ટ્રેનમાં નોઈડા ચોરી કરવા આવતો , ૮૦ લેપટોપ અને ૧૫૦ ફોન કબજ
November 23, 2024 10:57 AMસોમવારે બંધારણની પ્રસ્તાવનામાંથી 'સેકયુલર' અને 'સમાજવાદી' શબ્દો દૂર કરવા મુદ્દે ચુકાદ
November 23, 2024 10:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech