ભાવનગર શહેરના સીદસર રોડ પર આવેલી કોલેજમાં તસ્કરો ત્રાટકી વિદ્યાર્થીઓના ફીની જમા થયેલી રોકડ રકમ ઉઠાવી નાસી છૂટ્યા હતા. જ્ઞાનમંજરી કોલેજના કબાટમાં રખાયેલી રોકડ રકમ રૂપિયા ૧૫ લાખ ઉઠાવી અજાણ્યા તસ્કરો પલાયન થયા અંગે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ અંગે વરતેજ પોલીસ મથક ખાતેથી જાણવા મળતી માહિતી અનુસાર શહેર અ હિલપાર્ક-સીદસર રોડ પર આવેલ જ્ઞાન મંજરી કોલેજમાં ચોરીની ઘટના બની હતી. અજાણ્યા તસ્કરો કોલેજમાં પાછળથી પ્રવેશ કરી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી એકાઉન્ટની ઓફીસના મેઇન દરવાજાનો લોક તોડી ઓફીસની અંદર પ્રવેશ કરી ફનીચરના કબાટનો લોક તોડી તેમા રહેલ રોકડ રૂ.૧૫,૦૦,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે જીગ્નેશભાઈ હર્ષદભાઈ ચૌહાણ (ઉ.વ.૩૭ ધંધો, પ્રા. નોકરી રહે. પ્લોટ નં. બી-૧૮૯૭, અક્ષરધા મ સોસાયટી, કાળીયાબીડ)એ એવા મતલબની ગારિયાદ નોંધાવી હતી કે, ભાવનગર શહેરના હિલપાર્ક-સીદસર રોડ ઉપર આવેલ જ્ઞાન મંજરી કોલેજમાં છેલ્લા દસેક વર્ષથી એકાઉન્ટ હેડ તરીકે નોકરી કરે છે. ત્યારે જ્ઞાન મંજરી કોલેજમાં છેલ્લા પાંચેક દિવસથી ફર્સ્ટ સેમેસ્ટર તથા સેકન્ડ સેમેસ્ટાર તથા વાહન તથા પુસ્કત ફીના કલેક્શનની કામગીરી ચાલુ હતી. અને ફરિયાદી તથા તેની નીચે એકાઉન્ટનમાં કેશીયર તરીકે કામ કરતા મનસુખભાઇ હિમંતભાઇ મકવાણા તથા ડેટા એન્ટ્રી કરતા મહિપાલભાઈ મનોજભાઈ ચાવડા તથા કિશનભાઈ ભાસ્કરભાઇ ગોહેલ તથા બેન્કની લેતીદેતી અને ફીલ્ડનું કામ કરતા નિરજભાઈ રમેશભાઈ ભાલીયા તમામ ફી કલેક્શનની કામગીરી કરતા હતા. અને ગત તા.૦૬/૦૧/૨૦૨૪ ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યે ફી કલેશનના કુલ રૂપીયા ૧૫,૦૦,૦૦૦ ઓફીસના દિવાલમાં આવેલ ફનીચરના કબાટમાં લોક કરી રાખેલ હતા. અને ત્યારબાદ ઓફીસમાં બહારથી લોક કરી તમામ સ્ટાફ સ્ટાફ પોતાના ઘરે જતા રહેલ હતા. અને રાત્રીના કોલેજના બંને મેઇન ગેઇટ ઉપર પ્રદિપભાઇ દુબે તથા સુરેરનભાઇ યાદવ સિક્યુરીટમાં નોકરી ઉપર હતા. તેવામાં કોલેજમાં પ્યુન તરીકે નોકરી કરતા ચેતનભાઇ પંડ્યાનો મને ફોન આવેલ અને વાત કરેલ કે, “ આપણી એકાઉન્ટની ઓફીસના મેઇન દરવાજાનો લોક તુટેલ છે. તથા ઓફીસમાં આવેલ ફનીચરના કબાટનો લોક તુટેલ છે. અને ઓફીસમાં સામાન વેરવીખેર પડેલ છે. તેમ વાત કરતા તેઓ તરત જ જ્ઞાન મંજરી કોલેજમાં પહોંચી ગયા અને અવીનાશભાઇ પટેલને ફોન કરી બનાવની જાણ કરેલ અને થોડીવારમાં અવીનાશભાઇ પટેલ તથા રજીસ્ટાર કૃણાલભાઈ ભુપતભાઈ ખીરૈયા તથા સાથે એકાઉન્ટમાં કામ કરતા મનસુખભાઈ હિમંતભાઈ મકવાણા, મહિપાલભાઈ મનોજભાઈ ચાવડા, કિશનભાઈ ભાસ્કરભાઈ ગોહેલ, નિરજભાઈ રમેશભાઇ ભાલીયા, મેન્ટેનસનું કામ કરતા છત્રપાલસિંહ ગોહિલ આવી ગયા હતા. અને બધાએ જોતા જ્ઞાન મંજરી કોલેજના બિલ્ડીગમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલ એકાઉન્ટની ઓફીસના મેઇન દરવાજાનો લોક તુટેલ હતો. અને ઓફીસમાં આવેલ દિવાલ ફનીચરના કબાટનો લોક તુટેલ હતો. અને ઓફીસમાં સામાન વેરવિખેર હાલતમાં પડેલ હતો. અને ફનીચરના કબાટમાં રાખેલ ફી કલેક્શન હિસાબના રોકડ રૂપિયા ૧૫,૦૦,૦૦૦ જોવામાં આવેલ નહીં અને ચોરી થયેલાનું માલુમ થતા આ ચોરી અંગે અમે તપાસ કરતા રોકડ રૂપિયા મળી આવેલ ન હોય જેથી વરતેજ પોલીસ મથક ખાતે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કોલેજમાં ગેરકાયદેસર પ્રવેશી કબાટમાંથી રોકડ રકમ રૂપિયા ૧૫ લાખની ચોરી કરી નાસી છૂટ્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech