સિગ્નેચરનું નામ સુદર્શન બ્રિજ...?

  • February 23, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જિલ્લા ભાજપના આમંત્રણ કાર્ડમાં બ્રિજને સુદર્શન નામ અપાયાનો ઉલ્લેખ

બેટ-દ્વારકા ખાતે ૯૭૮.૯૩ કરોડના ખર્ચે સિગ્નેચર બ્રીજનું નિર્માણ કરાયું છે જેને આગામી તા.રપને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવનાર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા આમંત્રણ કાર્ડમાં સિગ્નેચર બ્રીજનું નામ સુદર્શન બ્રીજ લખવામાં આવ્યું છે. જો કે, ઑફિશીયલી નામ હજુ જાહેર થયું નથી પરંતુ સુદર્શન બ્રીજ નામ જાહેર થાય તેવી સંભાવનાઓ નકારી શકાતી નથી.
રાહદારીઓ માટે ખૂબ જ આકર્ષક બનેલા આ બ્રીજમાં વ્યુઈંગ ગૅલેરીની વ્યવસ્થા સાથે ફૂટપાથની બાજુ પર કર્મીન પથ્થર પર કોતરણીથી કામ કરીને શ્રીમદ્ ભાગવત ગીતાજીના શ્ર્લોક દર્શાવવામાં આવ્યા છે જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમજ મોર પંખ સહિતની સુવિધા સાથે તૈયાર કરવામાં આવેલા બ્રીજ પાર કરીને ભગવાન શ્રીકૃષ્ણના દર્શનાર્થે આવતાં પ્રવાસીઓ માટે દર્શન કરવાની સાથે સાથે બ્રીજ પર અનેરો લ્હાવો બનશે. આ બ્રીજને સિગ્નેચર બ્રીજ તરીકે જાહેર કરીને નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ હવેથી લોકોને તેને સુદર્શન સેતુથી ઓળખવાનું શરુ કર્યું છે ત્યારે હાલ તો સોશિયલ મીડિયામાં સિગ્નેકચર બ્રીજને સુદર્શન સેતુ તરીકે ઓળખવાનું શરુ કર્યું છે. આગામી દિવસોમાં આ સેતુને સુદર્શન સેતુ તરીકે ઑફિશીયલ ઓળખાણ અપાય તેવી પણ સંભાવનાઓ જોવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application