ફિલ્મ ‘સિકંદર’નું શુટિંગ શરુ, સલ્લુમિયાં મચાવશે ધમાલ

  • June 20, 2024 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સલમાનનો ફર્સ્ટ લુક સામે આવ્યો , ઇદ 2025 માં બોક્સ ઓફિસ પર રજુ થશે ફિલ્મ


બોલિવૂડ એક્ટર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘સિકંદર’ ને લઇને ફેન્સમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આમ, તો આ ફિલ્મ આગામી ઇદ પર રિલીઝ થશે, પરંતુ ફેન્સ સલમાનની એક્ટિંગ પર હંમેશા માટે ફિદા હોય છે. ‘સિકંદર’ ફિલ્મમાં સલમાન ખાનની સાથે રશ્મિકા મંદાના લીડ રોલમાં જોવા મળશે. સલમાને ફિલ્મની પહેલી ઝલક શેર કરતા જણાવ્યું કે ‘સિકંદર’નું શૂટિંગ શરૂ થઇ ગયુ છે. સલમાન ખાનની આ પોસ્ટ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે. આમ, પોસ્ટ શેર થતાની સાથે ફેન્સ ખુશ-ખુશ થઇ ગયા છે.સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’નો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. એક્ટરે પોતે ઇન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરીને ફેન્સને લેટેસ્ટ અપડેટ શેર કરી છે. જો કે આ મુવીને લઇને ફેન્સ પણ સુપર એક્સાઇટેડ છે.
સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં બોલિવૂડના દબંગ ખાન ફિલ્મના પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા અને ડાયરેક્ટર સાથે ઉભેલો જોવા મળે છે. આ તસવીરમાં સલમાન ખાને બ્લુ કલરની ટી શર્ટ પહેરી છે અને બ્લેક કલરના ચશ્મા પહેર્યા છે. આ તસવીર શેર કરતા એક્ટરે કેપ્શનમાં લખ્યું છે કે, ઇદ 2025 પર નજર છે, ટીમની સાથે. સલમાન ખાનની આ પોસ્ટ પર લોકો ખૂબ કોમેન્ટ્સ કરી રહ્યા છે.
સલમાન ખાનની આ પોસ્ટ પર અનેક લોકો રિએક્ટ કરી રહ્યા છે.
સલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ સિકંદર સાજિદ નડિયાદવાલા અને વરદા ખાન નડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મનું ડાયરેક્શન એ.આર. મુરુગાદોસ કરી રહ્યા છે. આ ફિલ્મને લઇને ફેન્સ અત્યારથી જ સુપર એક્સાઇટેડ છે.લાસ્ટમાં સલમાન ખાન ફિલ્મ ટાઇગર 3માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application