રાજકોટ શહેર જ નહીં મહત્તમ પોલીસ માટે સોનાની મરઘી મનાતા નામચીન બુટલેગર ફિરોઝ ઉર્ફે ફિરિયાનો પડછાયો કે સાગરીત લાખેણો ધવલ સાવલિયા ક્રાઈમ બ્રાંચના સકંજામાં સપડાયો હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં જ ક્રાઈમ બ્રાંચે પાડેલી ડેમેજ કંટ્રોલરૂપ રેઈડમાં ૧૨૪૮ બોટલમાં ધવલનું નામ બહાર આવ્યાનું અને હવે કદાચિત એ મુજબ કિંમતી કે બુટલેગર આલમમાં ધંધામાં ધનપતિ મનાતા ફિરોઝ ઉર્ફે ફિરિયાનું પણ નામ (જો કોઈ કાંઈ નવા સમીકરણો ન બને તો) ખુલવાની સંભાવના છે.
રાજકોટ જ નહીં સૌરાષ્ટ્ર્રભરમાં ઘણા પોલીસ મથકોમાં લાખો રૂપિયાના દારૂ ઉતારવા સપ્લાયના આરોપમાં સપડાઈ ચૂકેલા રાજકોટના જ રહેવાસી પોલીસમાં ધનાઢય મનાતા ફિરોઝ ઉર્ફે ફિરિયો તથા તેના સાગરીત ધવલ સાવલિયા પોલીસની નજરમાં તો રહેતા જ હોય છે. કાંતો બારોબાર પકડાઈ જાય તો અથવા તો કેસમાં નામ ખુલે એટલે કહેવાય છે કે પોલીસને કામમાં ચાંદી ચાંદી થઈ પડતી હોય છે. તાજેતરમાં જ શહેર ક્રાઈમ બ્રાંચે થોરાળાના ચુનારાવાડમાં બધં ડેલામાંથી જીજે૦૪એડબલ્યુ ૬૦૨૩ નંબરની બોલેરો પીકઅપ ૧૨૪૮ બોટલ વિદેશી દારૂન (૧૦૪ પેટી) ભરેલી પકડી પાડી હતી. દારૂનો જથ્થો થોરાળા વિસ્તારના લિસ્ટેટ બુટલેગર અજય મોહનભાઈ સરવૈયાનો હોવાનું ક્રાઈમ બ્રાંચે જાહેર કરી અજયની શોધખોળ હાથ ધરી હતી જો કે, હજી સુધી હાથમાં આવ્યો નથી.
તપાસનીસ ટીમ દ્રારા બોલેરો પીકઅપના નંબર આધારે તપાસ કરાતા ભાવનગર પાસિગની આ પીકઅપ આટકોટ તરફના મુન્ના નામના વ્યકિતએ ખરીદ કર્યાનું અને ત્યારબાદ ધવલના નામે નોટરાઈઝ લખાણ કરી વેચી દીધાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રોંચના રડારમાં ધવલ આવ્યો હતો. ચોક્કસ વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ લાખેણો ધવલ ક્રાઈમ બ્રાંચની તપાસનીસ ટીમના સકંજામાં આવી ગયો છે. જો કે, હજી સુધી ઉપરોકત આવું કાંઈ જાહેર કરાયું નથી માટે સત્ય શું એ પોલીસ જ જાણતી હશે. ચર્ચાય છે એવું કે ધવલનું નામ બોલેરોને લઈને ખુલ્યું છે.
ક્રાઈમ બ્રાંચ દ્રારા હવે કદાચિત તપાસમાં લાખેણા ધવલ સાવલિયા બાદ પાઘડીનો વળ છેડેની માફક સોનાની મરઘીરૂપ છાપ ધરાવતા ફિરોઝ ઉર્ફે ફિરિયાનું નામ ખુલી શકે. શું ખુલશે કે શું થશે? કેટલી પેટીમાં કપાશે? તેવું બુટલેગર આલમમાં ચર્ચાએ જોર પકડયું હશે. તાજેતરમાં ગત સાહે ફિરોઝ ઉર્ફે ફિરિયો માલવિયાનગર પોલીસના હાથે સપડાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech