આજકાલના મોભી અને અખિલ સૌરાષ્ટ્ર્ર સિંધી પંચાયત ફેડરેશનના પ્રમુખ ધનરાજભાઈ જેઠાણીના લઘુબંધુ, સિંધી સમાજના અગ્રણી નરેશભાઈ જેઠાણીનું ૬૪ વર્ષની ઉંમરે ગઈકાલે હૃદયરોગના હત્પમલાથી અવસાન થતાં સિંધી સમાજ વેપારી આલમ સહિતના ક્ષેત્રમાં સખત આંચકાની લાગણી અનુભવાઈ હતી. ગઈકાલે સાંજે નીકળેલી સદગતની સ્મશાન યાત્રામાં સિંધી સમાજ સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ જોડાયા હતા.
અખિલ સૌરાષ્ટ્ર્ર સિંધી પંચાયત ફેડરેશનના પ્રમુખ ધનરાજભાઈ વાઘુમલ જેઠાણીના લઘુબંધુ, સિંધી સમાજના આગેવાન નરેશભાઈ વાઘુમલભાઈ જેઠાણીના અવસાનના ખબર વાયુવેગે પ્રસરી જતાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સદગતના નિવાસસ્થાને દોડી ગયા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જાણવા મળ્યા મુજબ નરેશભાઈ છેલ્લા બે–ત્રણ દિવસથી તાલાલા ગીર ખાતે રહેતા તેમના સાળાને ત્યાં રજામાં ગયા હતા. રવિવારે તેઓ પરત ફરવાના હતા પરંતુ વહેલી સવારે તેમને આવેલો હૃદયરોગનો હત્પમલો પ્રાણઘાતક નિવડતા નરેશભાઈનો નશ્ર્વર પાર્થિવ દેહ જ રાજકોટ પહોંચ્યો હતો. પ્રહલાદ ટોકીઝ પાસે સાડીના ફોલનો બિઝનેસ ઉપરાંત જમીનનો કારોબાર ચલાવતા નરેશભાઈ સિંધી સમાજમાં ખુબ જ આગળ પડતું સ્થાન ધરાવતા હતા. તેઓ સત્સગં પરિવાર સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. મિલનસાર સ્વભાવના કારણે તેઓશ્રી ખુબ મોટું સંબંધી મિત્રવર્તુળ ધરાવતા હતા. તેઓ ધર્મપત્ની દ્રૌપદીબેન, પુત્રો પ્રશાંતભાઈ, પ્રકાશભાઈ, ભાવેશભાઈ સહિતના જેઠાણી પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. ગઈકાલે સાંજે નીકળેલી સદગતની સ્મશાન યાત્રામાં જેઠાણી પરિવારની સાથે સિંધી સમાજના આગેવાનો, વેપારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. સદગતનું ઉઠમણુંપઘડિયું તા.૧૨૧૧ને મંગળવારે સાંજે ૫.૩૦ કલાકે નુતનનગર કોમ્યુનીટી હોલ, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech