બેટ-દ્વારકામાં બુલડોઝરની ધણધણાટી આજે પણ યથાવત

  • January 16, 2025 01:01 PM 

પાંચમા દિવસે 5.68 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ


બેટ દ્વારકામાં તંત્ર દ્વારા ગેરકાયદેસર જમીન દબાણ હટાવની કામગીરી આજે 6ઠ્ઠા દિવસે પણ યથાવત રહેવા પામી છે. ગઇકાલે પાંચમા દિવસે 5.68 કરોડની ગેરકાયદેસર જમીન દબાણ ખુલ્લી કરાવાઇ હતી.


બેટ દ્વારકામાં ગેરકાયદેસર જમીન પર દબાણનો જાણે રાફડો ફાટયો હોય તેવી સ્થિતિ પર નિયંત્રણ લાવવા માટે તંત્ર દ્વારા છેલ્લા પાંચ દિવસથી કડક કાર્યવાહી જિલ્લા પોલીસ વડા તથા પ્રાંત અધિકારીના નેજા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગઇકાલે પાંચમા દિવસે રહેણાંક 43, કોમર્શીયલ ર, તેમજ અન્ય પાંચ મકાનો સહિત કુલ 50 ગેરકાયદેસર મકાનો બુલડોઝર દ્વારા દુર કરવામાં આવ્યા હતા. આ તમામ મકાનોનું ક્ષેત્રફળ 14251 ચો.મી. થવા જાય છે. જયારે જમીનના ભાવની અંદાજે વાત કરીએ તો પ,68,66,750 થવા જાય છે.


અંદાજે એક હજાર જેટલા સુરક્ષા કર્મીઓના કડક અને ચુસ્ત બંદોબસ્ત સતત પગપાળા ઉપરાંત વાહન સાથે ડ્રોન પેટ્રોલીંગ પણ સતત ચાલુ રખાયા છે. ગઇકાલે સવારથી જ રાત્રી સુધી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની ઉપસ્થિતિમાં દબાણ હટાવની કાર્યવાહી ચાલી હતી. સરકારી તંત્ર દ્વારા દબાણો ખુલ્લા થયા બાદ ફરી દબાણો ન થાય તેના માટે પણ તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.


છેલ્લા પાંચ દિવસથી અવિરત મેગા ડિમોલેશનની કામગીરીમાં બેઘર બનેલા લોકો માટે તંત્ર દ્વારા ઓખા પ્રા. શાળામાં રહેવા, ખાવા-પીવાની, દવાની સુચારુ વ્યવસ્થાની સાથોસાથ તંત્ર દ્વારા ઘર સામાન માટે વિનામુલ્યે ટ્રેકટરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમ અમોલ આવટે, એસ.ડી.એમ. દ્વારકાએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application