આજથી બદલાતા નિયમોની થશે લોકોના ખિસ્સા પર સીધી અસર

  • April 01, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે, ૧લી એપ્રિલ ૨૦૨૪ થી નવું નાણાકીય વર્ષ શ થયું છે અને તેની સાથે દેશમાં ઘણા મોટા ફેરફારો પણ લાગુ કરવામાં આવ્યા છે, જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે. એલપીજી સિલિન્ડરની કિંમત, ક્રેડિટ કાર્ડ અને એનપીએસ સહિત ઘણા નિયમો બદલાયા છે.૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીમાં ફાસ્ટેગ કેવાયસી અપડેટ નહીં કયુ હોય તો ૧ એપ્રિલથી ફાસ્ટેગનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એનએચએઆઈ એ ફાસ્ટટેગ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે.

એસબીઆઈ ક્રેડિટ કાર્ડમાં ફેરફાર

એસબીઆઈ કાડર્સે પહેલાથી જ જાહેરાત કરી હતી કે કેટલાક ક્રેડિટ કાડર્સ માટે ભાડાની ચુકવણીના વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટનું કલેકશન ૧ એપ્રિલ, ૨૦૨૪થી બધં કરી દેવામાં આવ્યું છે. આમાં ઓરમ, એસબીઆઈ કાર્ડ એલિટ, એસબીઆઈ કાર્ડ એલિટ એડવાન્ટેજ, એસબીઆઈ કાર્ડ પલ્સ અને સિમ્પલી કિલક એસબીઆઈ કાર્ડનો સમાવેશ થાય છે

ટેકસ છૂટની લીમીટ બદલાઈ

નવી કર વ્યવસ્થામાં, ૧ એપ્રિલ, ૨૦૨૩ થી કર મુકિત મર્યાદા વધારવામાં આવી છે. હવે નવી કર વ્યવસ્થામાં, ૨.૫ લાખને બદલે ૩ લાખ રૂપિયા સુધીની આવક પરનો ટેકસ શૂન્ય રહ્યો છે, યારે કલમ ૮૭એ હેઠળ આપવામાં આવતી ટેકસ રિબેટ ૫ લાખને બદલે વધારીને ૭ લાખ રૂપિયા કરવામાં આવી છે


ઇપીએફનો નવો નિયમ
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફડં ઓર્ગેનાઈઝેશન (ઇપીએફ) એ ૧ એપ્રિલથી નવા નિયમના અમલ વિશે માહિતી આપી હતી, જે આજથી લાગુ થઈ ગયો છે. આ નવા નિયમ હેઠળ, ઇપીએફ ખાતાધારક નોકરી બદલતાની સાથે જ તેનું જૂનું પીએફ બેલેન્સ નવા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

એનપીએસ નિયમ
નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) ને વધુ સુરક્ષિત બનાવવા માટે આધાર આધારિત દ્રિ–પગલાની પ્રમાણીકરણ સિસ્ટમ રજૂ કરી છે. આ સિસ્ટમ તમામ પાસવર્ડ બેઝ એનપીએસ યુઝર્સ માટે હશે, જે ૧ એપ્રિલથી લાગુ કરવામાં આવી છે. ૧૫ માર્ચે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડું હતું.

વીમા પોલિસીનું ડિજિટલાઇઝેશન
આઈઆરડીએઆઈએ વીમા પોલિસીઓ માટે ડિજિટલાઈઝેશન ફરજિયાત બનાવ્યું છે, જે ૧ એપ્રિલ, ૨૦૨૪થી લાગુ થશે.  ઈ–વીમામાં, વીમા યોજનાઓનું સંચાલન સુરક્ષિત ઓનલાઈન પ્લેટફોર્મ દ્રારા કરવામાં આવશે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application