ઉત્તર પ્રદેશના હરદોઈમાં પોલીસે ત્રણ લૂંટારી દુલ્હનોની ધરપકડ કરી છે. જેમણે લગ્ન પછી વરરાજાને નશીલી ખીર ખવડાવીને લૂંટ્યા હતા. આ મહિલાઓએ અત્યારસુધીમાં 13 વરરાજાઓને પોતાનો શિકાર બનાવ્યા છે. ધરપકડ કરાયેલી મહિલાઓમાં પૂજા ઉર્ફે સોનમ, આશા ઉર્ફે ગુડ્ડી અને સુનીતાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ મહિલાઓ એવા યુવાનો અને પરિવારોને નિશાન બનાવતી હતી જેઓ મોટી ઉંમર પછી પણ લગ્ન કરી શકતા ન હતા.
લૂંટારી દુલ્હનોની મોડસ ઓપરેન્ડી
પોલીસે જણાવ્યું કે, આ મહિલાઓ એકબીજા સાથે સંબંધો બનાવીને ઘટનાઓને અંજામ આપતી હતી. તેઓ વરરાજાને નશીલી ખીર ખવડાવીને બેભાન કરી દેતી હતી અને પછી તેમના ઘરેણાં અને રોકડ લૂંટી લેતી હતી. પોલીસે આ મહિલાઓ પાસેથી લૂંટાયેલા દાગીના અને રોકડ રકમ પણ જપ્ત કરી છે.
બે ભાઈઓને પણ લૂંટ્યા છે
તારડિયાવન પોલીસ સ્ટેશન વિસ્તારના ભદયાલના રહેવાસી કુલદીપ અને પ્રદીપ કુમાર પણ આ લૂંટારી દુલ્હનોનો ભોગ બન્યા હતા. તેમના લગ્ન 22 નવેમ્બર 2023ના રોજ બે કથિત સગી બહેનો સાથે થયા હતા, જેમણે પોતાના નામ પૂજા અને આરતી રાખ્યા હતા. સીઓ સિટી અંકિત મિશ્રાએ કહ્યું કે જ્યારે પ્રદીપ અને કુલદીપ આવશે ત્યારે તેમને લૂંટારુ દુલ્હનોના ફોટા બતાવવામાં આવશે. જો તેઓ તેમની ઓળખ કરશે, તો આરોપીઓ સામે બીજો કેસ દાખલ કરવામાં આવશે.
સીઓ સિટી અંકિત મિશ્રાએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે આરોપી દુલ્હનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યારસુધી પૂછપરછ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે તેમનું નેટવર્ક હિન્દી પટ્ટાના ઘણા રાજ્યોમાં ફેલાયેલું હતું. આ મામલાની તપાસ ચાલુ છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ સરળ રીતથી જાણો કેરી કુદરતી રીતે પાકેલ છે કે કેમિકલથી પકવેલ છે
April 17, 2025 04:58 PMગરમીથી બચાવીને શરીરને ઠંડુ અને તાજું રાખશે ‘લેમન આઈસ્ડ ટી’, આ રેસીપીથી તરત જ કરો તૈયાર
April 17, 2025 04:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech