પરમ દિ’થી ૨૩ ઓગષ્ટ સુધી સાતરસ્તાથી ગુરૂદ્વારા તરફનો રસ્તો બંધ

  • July 04, 2024 12:00 PM 

પરમ દિ’થી ૨૩ ઓગષ્ટ સુધી સાતરસ્તાથી ગુરૂદ્વારા તરફનો રસ્તો બંધ 

જામનગર શહેરમાં ઓવરબ્રીજની કામગીરી ચાલી રહી છે ત્યારે ગઇકાલે મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીએ ગઇકાલે જાહેરનામુ બહાર પાડીને પરમદિવસથી એટલે કે તા. ૬ જુલાઇથી તા. ૨૩ ઓગષ્ટ સુધી સાત રસ્તાથી ગુ‚દ્વારા સુધીનો રસ્તો બંધ રહેશે તેવું જણાવ્યું છે અને આ જાહેર નોટીસમાં ભારે વાહનો સાત રસ્તાથી લાલબંગલા સર્કલ થઇ ટાઉનહોલ, તિનબતીથી સુભાષબ્રીજ સુધી આવનજાવન કરી શકશે તેમ જણાવ્યું છે.

ગઇકાલે બહાર પાડેલી જાહેર નોટીસમાં જણાવ્યુ છે કે જામનગર મહાપાલીકાની હદમાં સાતરસ્તાથી સુભાષ બ્રીજ સુધીના માર્ગ પર ફોરલેન એલીવેટેડ ફલાયઓવરબ્રીજ બનાવવાની કામગીરી અંતર્ગત સાતરસ્તા સર્કલથી ગુ‚દ્વારા જંકસન સુધી જાડા બિલ્ડીંગથી ગુ‚દ્વારા સર્કલ તરફનો રોડ, ગુ‚દ્વારા જંકસન પરનો ઓબ્લીગેટરી સ્પાનનો સ્લેબ, સાતરસ્તા સર્કલથી ડો. તકવાણી હોસ્પીટલ સુધી લેફટ સાઇડના કનેકટીંગ સ્લેબ, સેન્ટર ભાગના પિયર કેમ્પની કામગીરી કરવાની હોય તેના અનુસંધાને આ રસ્તો બંધ કરવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે અને હુકમનો ભંગ કરનારા સામે બીપીએમસી એકટ ૧૯૪૯ની કલમ ૩૯૨ અનુસાર દંડની કાર્યવાહી કરાશે. 

આ જાહેર નોટીસમાં જણાવાયું છે કે, સાત રસ્તા સર્કથી ગુ‚દ્વારા જંકસન સુધીનો મુખ્ય માર્ગ બંધ રહેશે જેની વૈકલ્પીક વ્યવસ્થા માટે વાલ્કેશ્ર્વરીનગરી, આદર્શ હોસ્પીટલવાળા રોડથી વાલકેશ્ર્વરીનગરી ફેસ-૨ અને ફેસ-૩ના તમામ રસ્તા મંગલબાગ અને સ્વસ્તીક સોસાયટીથી જી.જી. હોસ્પીટલ તરફનો રોડ, વાલકેશ્ર્વરીનગરી ફેસ-૩, નંદ ટ્રાવેલ્સ તરફના રસ્તાઓ ખુલ્લા રહેશે આમ સાત રસ્તાથી ગુ‚દ્વારા તરફ જતા વાલ્કેશ્ર્વરી નગરીના તમામ આંતરીક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

ગુ‚દ્વારા જંકસનથી સાત રસ્તા માર્ગ બંધ રહેશે જેની વૈકલ્પીક વ્યવસ્થા માટે ગુ‚દ્વારા જંકસનથી લાલબંગલા થઇ સાત રસ્તા સુધીનો માર્ગ ખુલ્લો રહેશે તેમજ ગુ‚દ્વારા જંકસનથી નંદ ટ્રાવેલ્સ સુધીનો રસ્તો પણ ખુલ્લો રહેશે, લાલબંગલા સર્કલથી દાંડીયા હનુમાન જી.જી. હોસ્પીટલ તરફનો રસ્તો ગુ‚દ્વારા જંકસનના બંને તરફના ઓબ્લેગેટીક સ્પાનના ખુલ્લા રસ્તા પરથી આવન જાવન કરી શકાશે જયારે ભારે વાહન માટે વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવી છે, સાત રસ્તાથી લાલબંગલા સર્કલ થઇ ટાઉનહોલ, તિનબતી, કે.વી. રોડ અને સુભાષ બ્રીજ સુધી ભારે વાહનોની આવન જાવન થઇ શકશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application