રિવરફ્રન્ટ થયો બંધ, તંત્રની આંખે અંધારા!

  • March 31, 2025 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિકાસ અનુભૂતિ છે એ દ્રશ્યમાન થાય અને ન પણ થાય.વિકાસશીલ સરકારે અમદાવાદની જેમ અનેક શહેરોમાં રિવર ફ્રન્ટ વિકસાવ્યા એમાં એક અમારા પોરબંદરના પણ ભાગ્ય ઉઘડયા. સાત આઠ વર્ષથી અસ્તિત્વમાન થયેલ પોરબંદરનો અસમાવતી રિવરફ્રન્ટ કિશોરાવસ્થામાં પણ પહોંચ્યો નથી ત્યાં છેલ્લા બે માસ જેટલો સમય થયો તાળા લાગી ગયાં. સરકારના વહીવટદારો વચ્ચે જે કાંઈ ગજગ્રાહ હોય તે પણ, પ્રજાના કરોડો ‚પિયાનું આંધણ કરી વિકસાવાયેલ આ સુવિધા અત્યારે તો ધૂળ ધાણી થઈ રહી છે.રિવર ફ્રન્ટ પર વિકસાવાયેલ ફૂલઝાડ કે જેમાં કેટલાંક તો અસામાન્ય ગણી શકાય એવા પ્રકારના છે જે જાળવણીના અભાવે કરમાવા લાગ્યાં છે.પોરબંદરમાં આ એક જ જગ્યા એવી છે કે જયાં વોકિંગ, સાયકલિંગ અને એક્સરસાઇઝની દરેક પ્રવૃત્તિઓ થઈ શકે, પરંતુ હાય રે કિસ્મત, તંત્ર ઊંઘે છે ! તેથી સમયસર જાગવા લાગણી વ્યકત થઇ છે અને અંધારામાં લેવાયેલી આ તસ્વીરમાં જે રીતે લાઇટો ઉજાસ પાથરી રહી છે તે જ રીતે તંત્ર પણ અંધારામાંથી બહાર આવીને પ્રકાર પાથરે તેવી માંગ થઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application