રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં મવડીના પોશ વિસ્તાર અંબિકા ટાઉનશીપ રોડ ઉપર આવેલા ટીપી સ્કીમના પબ્લિક પર્પઝ હેતુના રિઝર્વેશનના પ્લોટમાં ગુજરાત સરકારના શ્રમિક બસેરા પ્રોજેકટનું કામ શ કરાતા આ વિસ્તારની એકાદ ડઝન સોસાયટીના ૨૦૦થી વધુ રહીશોનું ટોળું આજે સવારે ખુલતી કચેરીએ મહાપાલિકામાં ધસી આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા બાદ પોશ વિસ્તારમાં મજૂરોને રહેવા માટે શ્રમિક બસેરા બનશે તો અહીં લેટના ભાવ ઘટી જશે તેમ કહી સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરને સોસાયટી વાઇઝ અલગ અલગ આવેદનપત્ર પાઠવી વિરોધ કર્યેા હતો.
વિશેષમાં મવડીના અંબિકા ટાઉનશીપ રોડ ઉપર આવેલ કોપર સેન્ડ, સિટી કલાસિક, હેવન હિલ્સ, અમી રેસિડેન્સી, વ્રજ અક્ષર સહિતની વિવિધ સોસાયટીઓના ૨૦૦થી વધુ રહીશોએ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનને રજુઆત કરતા જણાવ્યું હતું કે તેમના પોશ વિસ્તારની સોસાયટીઓ વચ્ચે જો મજૂરોને રહેવા માટે શ્રમિક બસેરા નિર્માણ કરાશે તો લેટના ભાવ ઘટી જશે આથી આ સ્થળેથી પ્રોજેકટ રદ કરવાની માંગ સાથે પબ્લિક પર્પઝ હેતુના આ પ્લોટમાં કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્ર, લાઇબ્રેરી કે આંગણવાડી જેવી અન્ય કોઇ સુવિધા આપવા રજુઆત કરી હતી.
મવડી સર્વે નં.૨૧૦માં ગુજરાત રાય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ–ગાંધીનગર દ્રારા ઉપરોકત ટીપી પ્લોટમાં શ્રમિક બસેરા બનાવવાનો પ્રોજેકટ શ કરાયો છે તે પ્રોજેકટ આ લોકેશનમાંથી રદ કરવા માટે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમ પાલા, શાસક પક્ષના નેતા અને વોર્ડ નં.૧૧ના કોર્પેારેટર લીલુબેન જાદવ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તેમજ રાજકોટ જિલ્લા કલેકટરને પણ સોસાયટીઓ દ્રારા લેખિત રજુઆત કરાઇ છે
શ્રમિક બસેરા માટે આ ચાર ટીપી પ્લોટની પસંદગી
(૧) વોર્ડ નં.૧૧ ટીપી–૨૬ મવડી એફપી નં.૫૧એ, અંબિકા ટાઉનશીપ રોડ, શરણમ સેફ્રોન પાછળ
(૨) વોર્ડ નં.૧૧ ટીપી–૨૬ મવડી એફપી નં.૨૪–એ અને ૨૫–એ, સિટી કલાસિકની બાજુમાં, મવડી પોલીસ હેડ કવાર્ટર સામે
(૩) વોર્ડ નં.૧૧ ટીપી–૨૭ મવડી, એફપી નં.૨૫–એ, ક્રિસ્ટલ હેવન સામે, સહજાનદં સોસાયટી નજીક, કણકોટ રોડ
(૪) વોર્ડ નં.૧, રૈયા ટીપી ટીપી–૨૨, એફપી નં.૬૫એ, રૈયાધાર, મારવાડી વાસની પાછળ, કૈલાસ પાર્ક પાસે
પ્રોજેકટ મ્યુનિ.કોર્પાેરેશનનો નથી, સરકારમાં જાણ કરવામાં આવશે
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરાએ જણાવ્યું હતું કે મૂળભૂત રીતે આ પ્રોજેકટ મહાપાલિકાનો નથી પરંતુ રાય સરકારનો છે આથી આ મામલે સરકારમાં જાણ કરીશું. હાલ પ્રોજેકટનું કામ બધં કરવા સુચના આપી છે.
રૈયા વિસ્તારમાંથી પણ વિરોધ થયો 'તો
શહેરના જે કોઈ વિસ્તારમાં શ્રમિક બસેરાનું નિર્માણ શ કરાય ત્યાં આગળ આજુબાજુની સોસાયટીઓમાંથી વિરોધ વંટોળ ઉઠવા પામે છે, અગાઉ આવો જ વિરોધ રૈયા ટીપી સ્કિમ એરિયામાંથી પણ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech