રેવન્યુમાં મામલતદારથી કલેકટર સુધીના અધિકારીઓ માટે નવા ૬૩ વાહનો ખરીદાશે

  • February 16, 2024 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેવન્યુ વિભાગમાં મામલતદારથી કલેકટર સુધીના અધિકારીઓ દ્રારા અત્યારે જે મોટર કે જીપ જેવા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. તેની આયુષ્ય મર્યાદા પૂરી થઈ હોવાથી નવા ૬૩ વાહનોની ખરીદી સરકાર દ્રારા કરવામાં આવનારી છે. આ સંદર્ભે મહેસુલ વિભાગના ઉપસચિવ (સેવા) પૂજા ઉપાધ્યાયે તમામ જિલ્લા કલેકટરોને પરિપત્ર પાઠવીને તેમના જિલ્લામાં જે મામલતદારો, પ્રાંત અધિકારીઓ, અધિક જિલ્લા કલેકટરો ડેપ્યુટી કલેકટરો અને કલેકટર માટે હાલમાં ઉપયોગમાં લેવાતા વાહનોની સ્થિતિ નિયત પત્રકમાં મોકલવા માટે સૂચના આપવામાં આવી છે. અત્યારે જે વાહનનો ઉપયોગ કરવામાં આવેલ છે તે કન્ડમ કરેલ છે કે કેમ ?કયા વર્ષમાં વાહનની ખરીદી કરવામાં આવી છે ?તે સહિતની જીણામાં ઝીણી વિગતો માગવામાં આવી છે.

જે ૬૩ અધિકારીઓને નવા વાહનની સુવિધા મળવાની છે તેમાં ગીર સોમનાથ મોરબી તાપી ડાંગ અને અમદાવાદ જિલ્લા કલેકટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર્રના જે ડેપ્યુટી કલેકટરો, અધિક કલેકટરો, પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને નવા વાહન મળવાના છે તેમાં પાલીતાણાના પ્રાંત અધિકારી ગીર સોમનાથ જિલ્લાના નિવાસી અધિક કલેકટર કેશોદના પ્રાંત અધિકારી દેવભૂમિ દ્રારકા જિલ્લાના નિવાસી અધિક કલેકટર ખંભાળિયાના પ્રાંત અધિકારી ઉપરાંત ભાવનગર, પાલીતાણા, વેરાવળ, ગીર ગઢડા કેશોદ જુનાગઢ શહેર થાનગઢ લીમડી ચુડા સાયલા ખાંભા લીલીયા લાઠી બાબરા ધારીના મામલતદારનો સમાવેશ થાય છે.
મહેસુલ વિભાગના ઉપસચિવે પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે મહેસૂલી અધિકારીઓના હાલમાંહોદા જોગ ઉપલબ્ધ અને રદબાતલ થયેલ વાહનોની અવેજીમાં નવા વાહનોની ખરીદી કરવામાં આવનારી છે પરંતુ આ માટે સરકાર દ્રારા નિયત પત્રક નક્કી કરવામાં આવ્યું છે. તે પૂરેપૂં ભરીને મોકલ્યા પછી જ આગળની કાર્યવાહી થવાની હોવાથી આ કામગીરી અગ્રતાના ધોરણે હાથ ધરવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application