જામખંભાળીયા પાલિકાનો ઠરાવ બન્યો ચર્ચાનું કેન્દ્ર

  • October 13, 2023 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ન.પા. વિસ્તારમાં આવેલી જમીનો પર ગેરકાયદે દબાણ કરેલ ઇસમો પાસેથી વસુલાશે હાઉસટેક્સ


જામખંભાળીયા નગર પાલિકાની ગત સોમવારે સામાન્ય સભા યોજાઇ હતી, જેમાં એજન્ડામાં 40 ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. જે પૈકી 10 નંબરનો ઠરાવ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જમીનો પર ગેરકાયદેસર દબાણો કરેલ ઇસમો પાસેથી હાઉસટેકસ વસૂલ કરવા અંગેનો હતો, તે શહેરભરમાં ચચર્નિું કેન્દ્ર બન્યો છે.


ખંભાળિયા નગરપાલિકા માં તાજેતરમાં નવ નિયુક્ત પ્રમુખ રચનાબેન મોટાણી ના અધ્યક્ષ સ્થાને પ્રાથમિક અને પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં કુલ 41 જેટલા ઠરાવો પાસ બહુમતીના જોરે પાસ કરવામાં આવ્યા હતા.


જોકે પ્રથમ સામાન્ય સભામાં 40 થી 41 મુદ્દાઓમાં ખૂબ વીવાદાસ્પદ અને ચચર્સ્પિદ મનાતો એક મુદ્દો શહેરભરમાં ભારે ખળભળાટ મચાવે તેઓ લેવામાં આવતા હાલ સ્થાનિક રાજકારણમાં ભારે ચચર્નિો વિષય બન્યો છે.


જેમાંનો એ મુદ્દો કે ખંભાળિયા નગરપાલિકા હસ્તકની ગેરકાયદેસર જમીનનો જે લોકોએ કબજો કર્યો હોય તેની પાસેથી આગામી દિવસોમાં હાઉસ ટેક્સ વસૂલવામાં આવશે જે મુદ્દો એક યા બીજી રીતે જાણે સત્તાધીશો દબાણ કરવાની આડકતરી છૂટ આપતા હોય કે અન્ય લાગતા વળગતાઓને રાજી કરવા માગતા હોય તેવો મુદ્દો પણ એક તબક્કે માનવામાં અને ચચર્મિાં કરવામાં આવી રહ્યો છે.


જો કે આ મુદ્દે થી લઈને હાલ સ્થાનિક રાજકારણથી કરીને ઉપરના રાજકારણ સુધી બહુ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે આમ ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખની પ્રથમ સામાન્ય સભામાં આ એક ગેરકાયદેસર જમીનનો હાઉસટેક્ષ લેવા સહિતના બે ત્રણ મુદ્દાઓ ભારે ચચર્સ્પિદ બન્યા છે કારણ કે અગાઉ પણ સામાન્ય સભામાં ઘી નદીમાંથી ગાંડીવેલ કાઢવાનો ઠરાવ થયો છે સહીતના કેટલાક મુદ્દાઓ ફરીથી રીપીટ કરી અને મોટી સંખ્યા ના ઠરાવો દેખાડવા માગતા હોય તેઓ પણ એક સવાલ ઉભો થયો છે આમ ખંભાળિયા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ માટે ભારે ચચર્સ્પિદ સામાન્ય સભા હોય છે.


જ્યારે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે જેથી વિરોધ પક્ષમાં કંઈ જ ન કહી શકાય તેવી પરિસ્થિતિ હોવાના કારણે નગરપાલિકામાં જે પણ ઠરાવો પાસ કરવા હોય તે અત્યંત ગણતરીની મિનિટમાં અને શાંતિપૂર્ણ પાસ થઈ અને સામાન્ય સભા પૂરી થઈ જવાનો સંદેશો પાઠવી દેવામાં આવે છે પરંતુ ગેરકાયદેસર જમીન નો કબજો અને એને હાઉસ ટેક્સ વસૂલવો એટલે એક યા બીજી રીતે લાગતા વળગતાઓને કે માનીતા ઓને જમીન આપવી છે કે અંદરખાને બીજો કોઈ પણ મુદ્દો હોય હાલ આ મુદ્દો ભારે સંભાળ્યા શહેરમાં ચચર્સ્પિદ બન્યો છે.


એક તબક્કે અગાઉના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા નગરપાલિકા ઉપર થયેલ કબજા ઉપર અનેક વાર દબાણ દૂર કરવામાં આવ્યા હતા ભૂતકાળમાં મેગા અને ઐતિહાસિક ડીમોલેશન સતીશ વમર્િ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે નગરપાલિકાની મોટાભાગની જમીનો ખાલી કરી નાખવામાં આવી હતી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ હાલના નગરપાલિકાના સતાધીશોના આ ઠરાવ શહેરમાં ચચર્નિું કેન્દ્ર બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application