રિપોર્ટર અને મીડિયાપર્સન બનશે બીગબોસના સ્પર્ધક

  • June 22, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દર્શકો દીપક ચૌરસિયાના નવા અવતારને જોવા માટે ઉત્સુક

બિગ બોસના નિર્માતાઓએ ચાર કન્ફર્મ કરેલા સ્પર્ધકોને લઈને સોશિયલ મીડિયા પર સંકેતો આપ્યા છે. હવે બિગ મેકર્સે પાંચમા કન્ફર્મ સ્પર્ધકનો સંકેત શેર કર્યો છે. આ એવી વ્યક્તિ છે જેને ભારતીય મીડિયામાં રસ ધરાવનાર દરેક વ્યક્તિ ઓળખે છે.બિગ બોસ ઓટીટીની ત્રીજી સીઝન જિયો સિનેમા પર સ્ટ્રીમ થશે, જેને અનિલ કપૂર હોસ્ટ કરશે. રિયાલિટી શોને લઈને બિગ બોસના ચાહકોમાં ભારે ઉત્તેજના છે. આ ઉત્તેજના જોઈને, બિગ બોસના નિર્માતાઓએ શોના પાંચમા કન્ફર્મ કન્ટેસ્ટન્ટની એક ઝલક શેર કરી છે. જોકે નિર્માતાઓએ પાંચમા સ્પર્ધકના નામની પુષ્ટિ કરી નથી... પરંતુ નેટીઝન્સ અનુસાર, બિગ બોસ ઓટીટીનો પાંચમો સ્પર્ધક અન્ય કોઈ નહીં પરંતુ પત્રકાર અને મીડિયા પર્સનાલિટી દીપક ચૌરસિયા હોવાનું માનવામાં આવે છે.

દીપક ચૌરસિયા ફિલ્ડ રિપોર્ટિંગ અને એન્કરિંગનો ઘણા વર્ષોનો અનુભવ ધરાવે છે. દીપક ચૌરસિયાએ ઘણી મોટી ન્યૂઝ ચેનલો સાથે કામ કર્યું છે અને તેમની કારકિર્દીમાં રાજકારણ, રમતગમત અને મનોરંજનની દુનિયાના દિગ્ગજ વ્યક્તિઓના ઇન્ટરવ્યુ પણ લીધા છે.

દીપક ચૌરસિયાનો જન્મ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન, દિલ્હીમાંથી પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે. જે બાદ દીપક ચૌરસિયાએ મીડિયા ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું.
મીડિયા ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ચહેરા દીપક ચૌરસિયાના રિયાલિટી શો બિગ બોસ ઓટીટી 3માં પ્રવેશવાના સમાચારે ચાહકોને ખૂબ જ ઉત્સાહિત કરી દીધા છે. હવે બિગ બોસના દર્શકો પત્રકાર દીપક ચૌરસિયાના નવા અવતારને જોવા માટે ઉત્સુક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application