ધનશ્રી અને યુઝવેન્દ્રના છૂટાછેડાનું અસલી કારણ સામે આવી ગયું

  • March 26, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાએ આખા દેશમાં ભારે હલચલ મચાવી હતી. ધનશ્રીને ગોલ્ડ ડિગર પણ કહેવાય છે. યુઝવેન્દ્રએ પણ અમુક અંશે ઈશારો કરી દીધો હતો કે શું ભૂલ થઈ હતી. હવે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાનું કારણ પણ સામે આવ્યું છે. તે ઈચ્છતી હતી કે તે હરિયાણામાં પોતાના માતા-પિતાને છોડી દે.

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ પોતાની બિન્દાસ અંદાજ અને હંમેશા હસતો રહેતો માણસ છે. જો કે સમય સાથે તે બદલાઈ ગયો અને ખૂબ જ ગંભીર દેખાવા લાગ્યો છે. તેના એક સાથી, હાર્દિક પંડ્યાએ પણ પુષ્ટિ કરી છે કે તેણે છેલ્લા કેટલાક મહિનામાં ઘણું સહન કર્યું છે. પોતાની પૂર્વ પત્ની ધનશ્રી વર્મા સાથે છૂટાછેડાની લડાઈ વચ્ચે, કેટલીય અટકળો લગાવવામાં આવી રહી છે. હાલમાં જ છૂટાછેડાનું અસલી કારણ સામે આવ્યું છે કે, આખરે બંને વચ્ચે ક્યાં વાંધો હતો.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની વચ્ચે હરિયાણા-મુંબઈને લઈને ઝઘડો થયો. કહેવાય છે કે, કેમ કે ધનશ્રી ઈચ્છતી હતી કે તે શિફ્ટ થઈ જાય. યુઝવેન્દ્ર અને ધનશ્રીને અલગ થવાનું કારણ એ હતું કે, ધનશ્રી મુંબઈમાં રહેવા માગતી હતી અને તેણે ક્રિકેટરને હરિયાણાવાળા ઘરને છોડવા માટે કહ્યું હતું. એટલું જ નહીં, એવો પણ દાવો થયો છે કે, ધનશ્રી અને યુઝવેન્દ્રની પર્સનાલિટીમાં ઘણું અંતર હતું.

ધનશ્રીએ મુંબઈ શિફ્ટ થવાની ડિમાન્ડ કરી હતી. ધનશ્રીએ એક એવી ડિમાન્ડ કરી હતી, જે પાયાવિહોણી છે. આ જોઈ યુઝવેન્દ્ર ચહલ ચોંકી ગયો હતો. તેણે ધનશ્રીને સમજાવવાની કોશિશ કરી, પણ આ મુદ્દે બંને વચ્ચે ઝઘડાનું કારણ બન્યું. તેમણે આગળ લખ્યું છે કે, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની વચ્ચે વધારે સારું નહોતું બનતું કેમ કે બંને બહુ અલગ હતા. એક સૂત્રના જણાવ્યા અનુસાર, અચાનક, એક દિવસ ધનશ્રીએ એવી માગ રાખી, જેનાથી ચહલ ચોંકી ગયો. તેણે ધનશ્રીને સમજાવવાની કોશિશ કરી કે તે આવું નહીં કરી શકે.

યુઝવેન્દ્ર પોતાના માતા-પિતાનું ઘર છોડવા નહોતો માગતો, કેમ કે તે તેમની સાથે રહેવા માગતો હતો. વિક્કીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આગળ દાવો કર્યો છે કે ધનશ્રીએ પોતાના પૂર્વ પતિ ચહલ અને તેના માતા-પિતા સાથે રહેવા માટે હરિયાણા શિફ્ટ થઈ હતી. તે ફક્ત જરૂર પડે તો જ મુંબઈ આવતા હતા. હા, આ મુંબઈ-હરિયાણા ઝઘડાનું કારણ બન્યું. આ જ કારણોથી લગ્ન ખતમ થયા.

યુઝવેન્દ્ર ચહલે મીડિયા સામે પોતાની પૂર્વ પત્ની ધનશ્રી પર કટાક્ષ કર્યો હતો. 20 માર્ચ 2025ના રોજ ચહલ અને ધનશ્રી પોતાની છુટાછેડાની અરજીની અંતિમ સુનાવણી માટે ફેમિલી કોર્ટમાં પહોંચ્યા હતા. તે દિવસે તેના ટીશર્ટે સાબિત કરી દીધું હતું કે લગ્ન ધનશ્રી વર્મા સાથે કપરા રહ્યા હતા. કારણ કે તેના ટીશર્ટ પર લખ્યું હતું કે “બી યોર ઓન શુગર ડેડી”. તેણે તેને ગર્વથી મીડિયા સામે બતાવ્યું. જે તેના તરફથી પૂર્વ પત્ની ધનશ્રી વર્મા માટે એક મૌન મેસેજ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application