રાજકોટ શહેરનો રેસકોર્સ રીંગ રોડને મોર્નિંગ વોકર્સને લઇને એક સાઇડ વાહન પ્રવેશબંધી કરાય છે. આજે વહેલી સવારે અકસ્માતની દુર્ઘટના બનતા સહેજમાં અટકી હતી. રાજકોટ સિટી બસના કોન્ટ્રાકટરની કાર લઇને નીકળી ગયેલા તેના ચાલકે કારને પોલીસ હેડકવાર્ટરના સર્કલે ડીવાઇડર પર ચડાવી દીધી હતી. પ્ર.નગર પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આજે સવારના સવા ચારેક વાગ્યાના અરસામાં રેસકોર્સ રીંગ રોડ પર પોલીસ હેડકવાર્ટરની સામે આવેલા સર્કલે સફેદ કલરની નંબર પ્લેટ વીનાની કાર ડીવાઇડર ટપીને સર્કલની આડશ દિવાલે ટીંગાઇ ગઇ હતી. અકસ્માત સંદર્ભે પ્ર.નગર પોલીસે બેફીકરાઇથી કાર ચલાવવા અંગે ભાવેશ રણમલ વકાતર નામના ઇસમ સામે જયરાજ ખીમજીભાઇ ચીરોડીયાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.
અકસ્માત બાબતે ફરિયાદી અને પોલીસના સૂત્રોના કહેવા મુજબ વહેલી સવારે સવા ચારેક વાગ્યાનો બનાવ હતો કારમાં ફરિયાદી સહિત ત્રણ વ્યક્તિ હતાં. ત્રણેયને કોઇ ઇજા થઇ નથી. કારણનું આગળનું લેફટ સાઇડનું વ્હીલ ફાટતા કાર પરનો કાબૂ ચાલકે ગુમાવ્યો હતો.
ફરિયાદી જયરાજના કહેવા મુજબ તે અને આરોપી કારચાલક ભાવેશ બંને રાજકોટ સિટી બસ કોન્ટ્રાકટમાં નોકરી કરે છે. કાર કોન્ટ્રાકટરની છે. આજે વહેલી સવારે બસમાં ખૂટતી કેટલી વસ્તુ આજીડેમ પાસે આવેલા બસના સ્ટેશન પરથી લેવા ગયા હતાં. એ સમયે અકસ્માત થયો હતો. પોલીસે ખરેખર ટાયર ફાટતા કાર સર્કલ પર ચડી હતી કે વહેલી સવાર હોવાથી ઓવર સ્પીડ હતી તે અંગે સીસીટીવી કેમેરા ચેક કરાશેનું જણાવ્યું હતું.
કારમાં નંબર પ્લેટ નહીં હોવા બાબતે ફરિયાદીએ કહ્યું કે કાર સર્કલ સાથે અથડાતા ડરના માયર્િ નંબર પ્લેટ કાઢી લીધી હતી. સદનસીબે વહેલી સવાર હોવાથી રેસકોર્સ રીંગ રોડ પર કોઇ મોર્નિંગ વોકર્સ હતા નહીં કે સાવ ઓછા હતાં જો આ જ ઘટના છ વાગ્યાના અરસામાં બની હોત તો અવશ્યપણે હીટ એન્ડ રન જેવી જ દુર્ઘટના થઇ પડેત. કાર માલિકે પણ આવી મોંઘી કાર બસનો સામાન લેવા ચાલકને સોંપી દીધી એ પણ નવાઇની વાત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech