ઓવરબ્રિજના કામનો પ્રશ્ન સભામાં પડઘાયો

  • December 29, 2023 03:31 PM 

ભાવનગર મહાનગરપાલિકાની મળેલી સાધારણસભામાં લાંબા સમયથી અનેક અવરોધો વચ્ચે ચાલી રહેલા ઓવરબ્રિજના કામના પ્રશ્ને વિપક્ષી સદસ્યોએ શાસકોને ભીડવ્યા હતા. ઓવરબ્રિજના કામમાં વારંવાર આવતા વિઘ્નો દૂર કરવા માટે શાસક નબળું પડતું હોવા ઉપરાંત નિયત મર્યાદામાં કામ પૂર્ણ ન થયું હોવા છતાં એજન્સી સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી?, સહિતના પ્રશ્નોનો મારો ચાલ્યો હતો. આ ઉપરાંત બ્રિજનું કામ ક્યાં તબક્કે પહોંચ્યું છે?, કેટલા સમયમાં પૂર્ણ થશે? તેમજ કામમાં કોઈપણ પ્રકારની ક્ષતિ રહી છે કે કેમ? તે સહિતના પ્રશ્નોના ઉત્તરો માંગવામાં આવતા અધિકારીઓ ગેંગે-ફેફેની સ્થિતિમાં મુકાયા હોવાનું જણાતું હતું. આજની સભામાં ઓવરબ્રિજ ઉપરાંત સિક્સલેનના કામનો પ્રશ્ન પણ સભા ગૃહમાં પડઘાયો હતો.


જોકે આજની સભા પૂર્વે ભાજપની સંકલનની મળેલી બેઠકમાં ભાજપના તમામ સદસ્યોને ઓવરબ્રિજ અને સિક્સલેન પ્રશ્ન અંગે સજ્જ કરવામાં આવ્યા હતા. આજની સભામાં પ્રશ્નોતરી કાળબાદ મંજૂરીની અપેક્ષાએ આવેલા ૧૩ ઠરાવો પર ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application