મહાવીરનગરમાં ભરાતી ગુજરી બજારમાં ખરીદી અર્થે આવતી મહિલાઓની પર્સની ઉઠાંતરી

  • November 29, 2024 10:56 AM 

ખરીદી અર્થે આવનારાઓના પર્સની ચોરીમાં પથારાવાળાની સાંઠ-ગાંઠ હોવાની આશંકા


જામનગરમાં રણજીતસાગર રોડ પર હર્ષદ મિલની ચાલી નજીક મહાવીર નગર સોસાયટીમાં દર મંગળવારે ગુજરી બજાર ભરાય છે, જ્યાં ખરીદી અર્થે આવનારા મહિલા સહિતના ગ્રાહકોની પર્સ ની ઉઠાંતરી થઈ જતી હોવાની ફરિયાદો ઉઠી છે, જે મામલે પોલીસ તંત્રએ ધ્યાન દેવું જરૂરી બન્યું છે.


જામનગરના રણજીત સાગર રોડ પાસે આવેલી હર્ષદ મિલની ચાલી પાછળ મહાવીર નગર સોસાયટી પાસે ભરાતી મંગળવારીમાં સતત ત્રણ મંગળવાર થી આઠ થી દસ જેટલી મહિલાઓ ના પાકીટ-પર્સ ચોરાયાની ફરિયાદો થઈ રહી છે. પબ્લિકમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે, કે પથારા વાળાઓ ખુદ ચોરો ને છાવરે છે, અને તેઓ સાથે સાઠગાંઠ હોય તેવી ચર્ચા એ પણ જોર પકડ્યું છે.


અહીં દર મંગળવારે ૨ થી ૩ હજાર જેટલા લોકો ખરીદી કરવા આવે છે, ત્યારે ગીરદીનો લાભ લઈને ગઠિયાઓ પોતાના હાથ અજમાવતા હોય છે, ત્યારે પોલીસ તંત્રએ આ મામલે સતર્કતા દાખવવી જરૂરી બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application