રાજકોટ મહાનગરપાલિકાના આધારકાર્ડ કેન્દ્રમાં આજે સતત ત્રીજા દિવસે અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો અને ઓપરેટરોના અભાવે અરજદારોની હેરાનગતિનો કોઈ પાર રહ્યો ન હતો. ત્રણ ત્રણ કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ વારો આવતો હતો. દરમ્યાન અંગે કોંગ્રેસને ફરિયાદ મળતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જો આવતીકાલે સ્થિતિ થાળે નહીં પડે તો આશ્ચર્યજનક કાર્યક્રમની ચીમકી આપી છે.
વિશેષમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી કે રાજકોટ મહાનગરપાલિકામાં આધાર કેન્દ્ર લોકોનું પીડા નું કેન્દ્ર અને નિરાધાર કેન્દ્ર બન્યું છે. મહાનગરપાલિકામાં નવું આધાર કાર્ડ કેન્દ્ર બનતા તત્કાલીન સમયના મેયર સહિતના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે હવે લોકોને આધાર કાર્ડ માટે રાજકોટ મહાનગરપાલિકામાં લાઈનોમાં ઊભું રહેવું નહીં પડે અને વધુ ઓપરેટરો સાથે નવસર્જન કયુ છે. પરંતુ આધાર કાર્ડ કેન્દ્ર વારંવાર વિવાદનું કેન્દ્ર બન્યું છે અને લોકોને પીડા આપતું નિરાધાર કેન્દ્ર બન્યું છે. કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ ઓપરેટરો અને જૂની કલેકટર કચેરીઓમાં ના તાલુકા મામલતદાર કચેરીમાં ઓપરેટરોને સસ્પેન્ડ કર્યા હતા અને રાજકોટની વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન કચેરીમાં આધારકાર્ડ અંગેની કામગીરી બધં કરાતા સેન્ટ્રલ ઝોન કચેરીમાં અપૂરતો સ્ટાફને બદલે રોજબરોજ ભારે અંધાધુંધી અને અરાજકતા સર્જાય છે. દિવાળી પહેલા ઓપરેટરોને સસ્પેન્ડ કરાયા બાદ નવી નિમણૂક અંગે કે સસ્પેન્ડ કરાયેલા ઓપરેટરો અંગે કોઈ ત્વરિત નિર્ણય નહીં લેવાતા મહાનગરપાલિકાની ઓપરેટરોને ચાલુ રાખવાની રજૂઆત હાલ માન્ય રાખવામાં આવી નથી જે પગલે લોકોને ચાર ચાર દિવસે પણ આધાર કાર્ડ અંગેની કામગીરી પૂર્ણ થતી નથી કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે.
વિશેષમાં રજૂઆતમાં જણાવ્યું છે કે અમારી જાણ મુજબ રાજકોટ શહેરમાં બેંક, મનપા, પોસ્ટ ઓફિસ સહિત કુલ ૨૫ જગ્યાએ કામગીરી ચાલુ છે પરંતુ રાજકોટ શહેરજિલ્લાની વસ્તીને જોતા આ ૨૫ આધાર કેન્દ્રો અપૂરતા છે જે પગલે લોકોને હાલાકી ભોગવવી પડતી હોય તો અમારી માંગ છે કે રાજકોટની તમામ રાષ્ટ્ર્રીયકૃત બેંકો, તમામ વોર્ડ ઓફિસો, મામલતદાર કચેરીઓ, જિલ્લા કલેકટર કચેરી, તમામ આરોગ્ય કેન્દ્ર સરકારી કચેરીઓમાં આધાર કેન્દ્રો શ કરવા જોઈએ જેથી લોકોને પોતાના ઘર પાસે જ બેન્ક કે વોર્ડ ઓફિસે સવલતો મળી રહે અને હાલાકી ભોગવવી ન પડે. જૂના ઓપરેટર અંગેની રજૂઆત હાલ કોઈ નિર્ણય આવેલ નથીઓ તો તાત્કાલિક ધોરણે જાહેરાતો આપી ઓપરેટરો અંગેની ભરતી ત્વરિત થવી જોઈએ. આ અમારી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની રજૂઆત પગલે આપ દ્રારા થયેલ કાર્યવાહી ની જાણ કરશો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયાત્રાધામ દ્વારકામાં 12.03 કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત
November 14, 2024 10:24 AMચોપાટી પર સફાઈ અભિયાનનું નાટક કરતા નેતાઓ અસ્માવતિઘાટે મહા સફાઈ અભિયાન યોજે
November 14, 2024 10:22 AMગિરનારની પરિક્રમા અંતિમ ચરણમાં, ભાવિકોની સંખ્યામાં અર્ધેાઅર્ધ ઘટાડો
November 14, 2024 10:22 AMજામનગરમાં ઠંડીની શરૂઆત: લઘુત્તમ તાપમાન 19 ડીગ્રી
November 14, 2024 10:19 AMવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech