રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉનાળાના આગમન પૂર્વે જ લીંબુના ભાવમાં દાંત ખાટા કરાવી દે તેવો વધારો નોંધાયો છે, હરરાજીમાં પ્રતિ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર રૂ.૭૦થી ૧૦૦ સુધી નોંધાયો છે. જ્યારે ટોપ ક્વોલિટીના લીંબુ પ્રતિ કિલો દીઠ રૂ.૧૨૫ના ભાવે વેંચાઇ રહ્યા છે.
વિશેષમાં યાર્ડના શાકભાજી વિભાગના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે વહેલી સવારે થયેલી હરરાજીમાં કુલ ૩૧,૦૦૦ કિલો લીંબુની આવક થઇ હતી અને તેની સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૧૪૦૦થી ૧૯૦૦ સુધી રહ્યો હતો. લીંબુમાં આ વર્ષે પણ ઉત્પાદન ઓછું હોવાને કારણે હજુ જેમ ઉનાળો નજીક આવશે અને લીંબુની માંગ જેમ વધશે તેમ આગામી દિવસોમાં ભાવ હજુ વધશે.
યાર્ડના સ્ટાફના વર્તુળોએ જણાવ્યું હતું કે રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં હાલ રાજકોટ તાલુકાના સ્થાનિક ગામો ઉપરાંત મોરબી જિલ્લાના ગામો તેમજ અમરેલી અને ભાવનગર પંથકમાંથી લીંબુની આવક થઇ રહી છે. ટૂંક સમયમાં ઉનાળો શરૂ થતાની સાથે ગુજરાત તરફથી લીંબુની આવકો શરૂ થશે.
નિકાસ પ્રતિબંધ દૂર થતાં ડુંગળીના ભાવ વધ્યા પણ આવક ઘટી ગઇ
કેન્દ્ર સરકારએ ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ દૂર કરતાની સાથે જ રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો નોંધાયો છે, જો કે ભાવમાં વધારો થયો છે. યાર્ડમાં ૧.૫૦ લાખ કિલો ડુંગળીની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ વધીને રૂ.૧૪૦થી ૩૭૦ સુધી રહ્યો હતો.નિકસબંધી દૂર થતાં હજુ ભાવ વધશે તેવી આશાએ ખેડૂતો માલ વેંચતા ન હોય તેમજ ટોપ ક્વોલિટીનો જથ્થો નિકાસ થઇ રહ્યો છે. નિકસબંધી અમલી હતી ત્યારે એક તબક્કે લઘુતમ ભાવ રૂ.૮૦એ પહોંચ્યા હતા, જે નિકસબંધી દૂર કરાયા બાદ હાલ રૂ.૧૪૦એ પહોંચ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech