કબૂતર જોવામાં એકદમ સુંદર હોય છે, પરંતુ આ સામાન્ય દેખાતા કબૂતરોની કિંમતનો અંદાજો પણ નહી લગાવી શકો. તે ખૂબ મોંઘા હોય છે. તે સામાન્ય દેખાતા હોય છે પણ તે કોઇ સામાન્ય કબૂતર નથી. હરાજીમાં તેને 14 કરોડ રૂપિયાથી વધુ કિંમતમાં ખરીદવામાં આવ્યું હતું. આ કબૂતરનું નામ છે 'ન્યૂ કિમ'. બેલ્ઝિયન પ્રજાતિનું કબૂતર 14.14 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યું છે. જેને ચીનના એક અમીર વ્યક્તિએ બેલ્ઝિયમમાં સ્થિત પીપા પીઝન સેંટરમાં થયેલી હરાજી દરમિયાન ખરીદ્યું હતું. આ કબૂતરને ખરીદવા માટે બે ચીની નાગરિકોએ બોલી લગાવી હતી. જોકે બંનેએ પોતાની ઓળખનો ખુલાસ કર્યો નહોતો. આ બંને ચીની નાગરિક સુપર ડુપર અને હિટમેનના નામથી બોલી લગાવી રહ્યા હતા.
હિટમેનએ ન્યૂ કિમ માટે પહેલી બોલી લગાવ્યા બાદ સુપર ડુપરએ 1.9 મિલિયન યૂએસ ડોલર એટલે 14.14 કરોડ રૂપિયાની બોલી લગાવીને આ કબૂતર પોતાના નામે કરી લીધા. કેટલાક લોકોનું એ પણ માનવું છે કે બંને ચીની નાગરિક જે બોલી લગાવી રહ્યા હતા તે એક જ હતા. કબૂતરોની હરાજીમાં તે પરિવારમાં સામેલ હતા જે કબૂતરોને રેસિંગ અને ફાસ્ટ ઉડવાની ટ્રેનિંગ આપતા હતા. આ ઓક્શનમાં 445 કબૂતર આવ્યા હતા. કબૂતરો અને અન્ય પક્ષીઓની હરાજી બાદ 52.15 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી.
ન્યૂ કિમ કબૂતરોની ખાસિયત
આ કબૂતરોની ખાસિયત એ છે કે તે ખૂબ ઝડપથી ઉડી શકે છે. આ રેસિંગ કબૂતર 15 વર્ષ સુધી જીવી શકે છે. તે રેસમાં ભાગ લે છે. આ કબૂતરો પર ઓનલાઇન સટ્ટા લાગે છે. આ કબૂતરો દ્વારા ચીન અને યૂરોપીય દેશના ધનિકો પોતાના પૈસા અને ગુમાવતા નથી પણ અનેકગણા મેળવે છે. યૂરોપ અને ચીનમાં અલગ-અલગ સ્તરની રેસનું આયોજન કરવામાં આવે છે. રેસમાં જીતથી મળનાર પૈસાને લોકોમાં વહેંચવામાં આવે છે. તેને ઘોડાની રેસની માફક કહી શકીએ.
આ કબૂતર લગાવે છે હવામાનનો અંદાજ
દ્વીતીય વિશ્વ યુદ્ધ દરમિયાન બેલ્જિયમ પાસે 2.50 લાખ રેસિંગ કબૂતરોની ફૌજ હતી. જે જરૂરી સૂચનાને પહોંચાડવાનું અને લાવવાનું કામ કરતા હતા. આ ઉપરાંત આ કબૂતરોને લઇને એક ફેડરેશન બનાવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ હતા. લગભગ 50 વર્ષ પહેલાં સુધી ફ્રાંસ અને સ્પેનમાં હવામાનની જાણકારી આપવા માટે પણ કબૂતરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ દૂર દૂર સુધી ઉડાન ભરી હવામાનની જાણકારી લેતા હતા. જાણકારી તેમના પગમાં લગાવેલા ઉપકરણોમાં નોંધાતી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech