રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉનાળાના આરંભે લીંબુના ભાવ દાંત ખાટા કરે તેવી સપાટીએ પહોંચ્યા છે, દરમિયાન આજે સવારની હરરાજીમાં પ્રતિ કિલો દીઠ રૂ.૧૭૦ના ભાવે વેંચાણ થયાનું જાણવા મળે છે, હજુ જેમ ગરમી વધશે તેમ લીંબુના ભાવ વધશે.
શાકભાજીમાં સૌથી વધારે મોંઘા લીંબુ
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ઇન્સ્પેકટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે હાલ રાજકોટ માર્કેટ યાર્ડમાં રાજકોટ તાલુકા ઉપરાંત મોરબી, હળવદ અને ભાવનગર સહિતના પંથકમાંથી લીંબુની આવક થઇ રહી છે, ડિમાન્ડ વધતા હાલ રાજકોટ યાર્ડમાં ચેન્નાઇના લીંબુની વાયા અમદાવાદ આયાત પણ શરૂ થઇ છે. એકંદરે હાલ લીંબુમાં આવકની તુલનાએ લેવાલી વધુ હોય સતત ભાવ વધી રહ્યા છે, શાકભાજી વિભાગની જણસીઓમાં હાલ સૌથી મોંઘા લીંબુ છે. જ્યારે અન્ય શાકભાજીમાં ભાવ જળવાયેલા રહ્યા છે. ગત વર્ષે લીંબુના ભાવ એપ્રિલ માસમાં પ્રતિ કિલોના રૂ. ૪૦૦ સુધી પહોંચ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નિવૃત પોલીસ પુત્ર દ્વારા ચલાવવામાં આવતો દેહવ્યાપાર ઝડપી પાડતી પોલીસ
April 01, 2025 05:44 PMનવરાત્રીના ત્રીજા દિવસે પ્રસાદ માટે બનાવો શીરો, જુઓ રેસીપી
April 01, 2025 05:07 PMઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech