મુખ્યમંત્રીના સંભવત પ્રવાસના પગલે શહેરમાંથી દબાણો હટાવાયા

  • August 22, 2024 04:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.૨૪મીને શનિવારનાં રોજ મુખ્યમંત્રી સંભવત ભાવનગરના પ્રવાસે આવવાના હોય સીએમ કાર્યાલય ખાતેથી સ્થાનીક વહીવટી તંત્ર અને મહાપાલિકા તંત્રને મળેલી મૌખીક સૂચનાના પગલે તંત્ર સતર્ક બન્યુ છે. અને મુખ્યમંત્રીના આગમન પૂર્વે શહેરના વિવિધ વિસ્તારોમાં અડચણ‚પ દબાણો ઉપરાંત રસ્તે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જેમાં આજે મુખ્યમંત્રી જે માર્ગ પરથી પસાર થવાના છે, તે માર્ગ પરના નાના-મોટા અડચણ‚પ દબાણો ઉપરાંત પૂર્વ મંજૂરી વિના લગાવી દેવાયેલા નાના-મોટા બોર્ડ અને બેનરો હટાવી માલસામાન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ આખલોલ જકાતનાકા વિસ્તારમાં આવેલી મહાપાલિકાની વીભાગીય કચેરીના પરીસરમાં જ ઢોર ઘૂસી જતા મહાપાલિકાના ઢોર પકડવાના વિભાગે અચાનક નીંદ્રામાંથી જાગ્યું હોય તે પ્રકારે દોડી જઈ વિભાગીય કચેરીના પરીસરમાં ઘુસેલા અને ભાવનગર-રાજકોટ રોડ પર અડીંગો જમાવી બેઠેલા ઢોર પકડવાની કાર્યવાહી પણ યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. શનિવારે મુખ્યમંત્રીનો ભાવનગર ખાતે કાર્યક્રમ યોજાય તેવી શક્યતા વહીવટી તંત્રએ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, હાલ શહેરમાં હાઉસીંગના આવાસો સહીતના લોકાર્પણ જેવા કાર્યક્રમોની ગોઠવણ ચાલી રહી હોય શનિવારે મુખ્યમંત્રી ભાવનગરના પ્રવાસે આવી શકે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application