પોરબંદરના છાયા વિસ્તારમાં બે જગ્યાએ સીટી મામલતદાર દ્વારા ડીમોલીશન કરાવીને આઠ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
પોરબંદરના છાયા વિસ્તારમાં નાગા હાજા કચરાએ અંદાજે ૪૫૦૦ ચો.મી. જમીન કે જેનો ભાવ અંદાજે છ કરોડ કહી શકાય એ જમીન પર દબાણ કરીને નાળિયેરીના છોડ વાવીને કાચી-પાકી દિવાલ બનાવી લીધી હતી અને આ જમીનનો કબ્જો ગેરકાયદેસરનો હોવાનુ જણાવી સીટી મામલતદાર બી.બી. સંચાણીયાએ તેને નોટીસ પાઠવી હતી પરંતુ દબાણ દૂર કરવામાં નહી આવતા પોરબંદર શહેર સર્કલ ઓફિસર, ડી.આઇ.એલ.આર. કચેરીના સર્વેયર અને છાયાના સીટી તલાટીની ટીમ દ્વારા દબાણ ખુલ્લુ કરવામાં આવ્યુ હતુ અને બજારકિંમત પ્રમાણે છ કરોડ બે લાખની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. એજ રીતે કોઇ અજાણ્યા શખ્શોએ ૪૦૫૦ ચો.મી.માં છાયા વિસ્તારમાં જ દબાણ કર્યુ હતુ. બે કરોડ ત્રણ લાખની કિંમતની આ જમીન પરનું દબાણ થયુ હોવાનુ બહાર આવતા તંત્રએ તેનુ પણ ડીમોલીશન કરાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘ટ્રમ્પની હત્યા થશે, રશિયા અનેક ટુકડામાં વિખેરાઈ જશે’
January 23, 2025 10:35 AMમહિલાઓની તુલનાએ પુરુષોના કદ-વજનમાં ઝડપથી વૃદ્ધિ
January 23, 2025 10:33 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
January 23, 2025 10:32 AMછેલ્લા 10 વર્ષોમાં મોંઘવારીએ લોકોના ખિસ્સા ખાલી કર્યા
January 23, 2025 10:31 AMઆવતા મહીને ટ્રમ્પ અને મોદીની મુલાકાત ગોઠવાય તેવા પ્રયાસો
January 23, 2025 10:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech