મોરબીમાં સુનીલ શેટ્ટીની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ બિલ્ડકોન એકસપોની પ્રિ–લોન્ચ ઈવેન્ટ યોજાઈ

  • September 07, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબીમાં વાઈબ્રન્ટ બિલ્ડકોન એકસ્પોની પ્રિ–લોન્ચ ઇવેન્ટ યોજાઈ હતી. આ ઈવેન્ટમાં બોલિવુડના જાણિતા અભિનેતા અને આ એકસપોના બ્રાન્ડ એમ્બેસેડર સુનીલ શેટ્ટીએ હાજરી આપી હતી.
મહત્વનું છે કે, આગામી ૧૩ થી ૧૬ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન દિલ્હી ખાતે યશોભુમી એકિઝબિશન સેન્ટરમાં બિલ્ડીંગ મટીરીયલ્સનો ઇન્ટરનેશનલ એકસ્પો વાઈબ્રન્ટ બિલ્ડકોન યોજાવા જઈ રહ્યો છે. આ વાઇબ્રન્ટ બિલ્ડકોન એકસ્પોની પ્રિ લોન્ચ ઇવેન્ટ આજે મોરબીના કેશવ બેંકવેટ હોલ ખાતે યોજાઈ હતી. જેમાં ખ્યાતનામ બોલિવુડ અભિનેતા, બિઝનેસમેન અને એકસપોના બ્રાન્ડ એમ્બસેડર તરીકે સુનીલ શેટ્ટી ઉપસ્થિત રહ્યા હતા. આ એકસપોમાં દોઢ લાખથી વધુ સ્થાનિક મુલાકાતીઓ, ૬૦૦થી વધુ પ્રદર્શકો અને ૧૦૦થી વધુ દેશના ૨ હજારથી વધુ આંતરરાષ્ટ્ર્રીય ખરીદદારો માટે એક શકિતશાળી પ્લેટફોર્મ પૂં પાડશે.
આ ઈવેન્ટમાં સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, મને વાઈબ્રન્ટ બિલ્ડકોન ૨૦૨૫નો ભાગ બનવાનું ગૌરવ છે. યે એકસપો નહીં એકસપિરિયન્સ હૈ.આ પ્રિ લોન્ચ ઈવેન્ટમાં કેપિકિસલ (સિરામિક પેનલ)ના સિનિયર વાઈસ ચેરમેન નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે. આ ઈવેન્ટ અમારા માટે ભારતીય ઉત્પાદકોની અપારક્ષમતા દર્શાવવાની એક શ્રે તક છે.મોરબી સિરામિક મેન્યુફેકચરિંગ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ મોરબીના ઉત્પાદકો માટે આ ઈવેન્ટના મહત્વ પર પ્રકાશ પાડો હતો. રાજકોટ હાર્ડવેર મેન્યુફેકચરર્સ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ બિલ્ડકોન ૨૦૨૫ એ અમારા જેવા વ્યવસાયો માટે ઉત્પાદનોનું પ્રદર્શન કરવા અને આંતરરાષ્ટ્ર્રીય ખરીદદારો સાથે જોડાવા માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. ઈન્ડિયન લેમિનેટ મેન્યુફેકચરર્સ એસોસિએશનના બોર્ડ ડિરેકટર મહેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, ઉધોગના અગ્રણીઓની આટલી વિશાળ શ્રેણીને એક સાથે લાવીને વાઈબ્રન્ટ બિલ્ડકોન ગુણવત્તા, નવીનતા અને કુશળતાને પ્રકાશિત કરવામાં અમને મદદ કરશે. ગુજરાત પેઈન્ટ એસોસિએશનના પ્રમુખ સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ ઈવેન્ટ ગુજરાતના ઉધોગો માટે નેટવર્ક સહયોગ અને આંતરરાષ્ટ્ર્રીય બજારોમાં વિસ્તરણ કરવાની મહત્વપૂર્ણ તક છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application