પોલીસે મામલો દબાવવા લાંચ આપવાનો પ્રયાસ કર્યેા, કોલકાતા રેપ–હત્યા પીડિતાના પરિવારનો મોટો દાવો

  • September 05, 2024 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડોકટર પર બળાત્કાર અને હત્યાને લઈને વિરોધ પ્રદર્શન ચાલુ છે. દરમિયાન પીડિતાના પરિવારજનોએ મોટો દાવો કર્યેા છે. મહિલા ડોકટરના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે કોલકાતા પોલીસે મૃતદેહનો ઉતાવળે અંતિમ સંસ્કાર કરીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યેા હતો. તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે કોલકાતા પોલીસે તેની સાથે પૈસાની લાંચ લેવાનો પણ પ્રયાસ કર્યેા હતો.
કોલકાતા રેપ–હત્યા પીડિતાના પરિવારે દાવો કર્યેા છે કે કોલકાતા પોલીસે શઆતથી જ કેસને દબાવવાનો પ્રયાસ કર્યેા હતો. પરિવારજનોને મૃતદેહ જોવા દેવાયા ન હતા.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવતાં તેણે પોલીસ સ્ટેશનમાં રાહ જોવી પડી હતી. બાદમાં, યારે મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો, ત્યારે એક વરિ પોલીસ અધિકારીએ તેમને પૈસાની ઓફર કરી. પરિવારે તરત જ તેને ફગાવી દીધી હતી.
પીડિતાના માતા–પિતાએ રાત્રે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોકટરો સાથે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને તેમની પુત્રી માટે ન્યાયની માંગણી કરી હતી. સમગ્ર કેસમાં કથિત ખામીઓને લઈને ડોકટરોએ તેમનું રાજીનામું માંગ્યું હતું.
કોલકાતામાં બુધવારે સાંજે નાગરિકોએ એકતામાં જોરદાર પ્રદર્શન કયુ. આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડોકટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં, અહીંના રહેવાસીઓએ રાત્રે ૯ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી એક કલાક માટે તેમના ઘરોની લાઇટ બધં કરી દીધી હતી અને શેરીઓમાં કેન્ડલ માર્ચ કાઢી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application