પોલીસે પંજાબી પહેરવેશ પહેરી, પંજાબીમાં વાત કરી સગીરાના અપહરણકર્તાને દબોચ્યો

  • January 16, 2024 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણેક માસ પહેલા બામણબોરમાં રહેતી તણીને ભગાડી ગયેલા આરોપીને રાજકોટના એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે પંજાબથી ઝડપી લઇ સગીરાને મુકત કરાવી હતી.પોલીસે વેશપલ્ટો કરવા ઉપરાંત ત્યાંની સ્થાનિક પંજાબી ભાષાનો ઉપાયોગ કરી આરોપીને પકડી પાડયો હતો.આરોપીએ તણી પર વારંવાર દુષ્કર્મ આચર્યાનું ખુલતા પોલીસે આરોપી સામે પોકસો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કરાયો છે.

જાણવા મળતી વિગતો મુબજ, આરોપી જીતેન્દ્ર દુખન પાસવાન (ઉ.વ.૨૪) હીરાસર ગામે રહી બામણબોરની સ્ટીલ ફેકટરીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. જયાં ભોગ બનનાર તણી તેની માતા સાથે કામે આવતી હતી. આ દરમિયાન આરોપીએ તેને મોહજાળમાં ફસાવી અપહરણ કરી લીધું હતું. જે અંગે એરપોર્ટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. આ અંગે પીઆઇ જે.એસ.ગામીતના માર્ગદર્શન હેઠળ ટીમ તપાસ ચલાવી રહી હતી. દરમિયાન એએસઆઈ આર.એચ. કોડીયાતરને આરોપી પંજાબનાં પનગર શહેરમાં હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસની ટીમે અહીં પહોંચી ત્યાંનો સ્થાનિક પહેરવેશ ધારણ કરી પંજાબી ભાષાનો ઉપયોગ કરી ત્યાંના સ્થાનિક જ હોય તે રીતનું વર્તન રાખી ખૂબજ કુનેહથી આરોપી જીતેન્દ્ર પાસવાનને ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપી અને અપહૃત તણીને રાજકોટ લાવવામાં આવ્યા હતાં.
અહીં આવ્યા બાદ અપહૃત તણીનું મેડીકલ ચેકઅપ કરાવતા તેની ઉપર અવારનવાર દુષકર્મ ગુજારાયાનું બહાર આવતા પોલીસે આ કેસમાં પોકસો અને દુષ્કર્મ સહિતની કલમોનો ઉમેરો કર્યેા છે. આરોપી મુળ ઝારખંડનો વતની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application