પોલીસ ઈન્સ્પેક્ટરે કોર્ટ રૂમમાં જ જજને ગોળી મારી હત્યા કરી નાખી

  • September 21, 2024 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના કેન્ટકીમાં પોલીસ ઈન્સ્પેક્ટર શોન એમ. સ્ટાઈન્સે જજની ચેમ્બરમાં દલીલ બાદ કેવિન મુલિન્સની ગોળી મારીને હત્યા કરી નાખી: ગોળીબાર કેન્ટકીના વ્હાઇટસબર્ગમાં લેચર કાઉન્ટી કોર્ટહાઉસમાં થયો હતો

અમેરિકાના કેન્ટકીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પોલીસ અધિકારીએ કોર્ટ રૂમની અંદર જજને ગોળી મારી દીધી. આ મામલે પોલીસે કેન્ટકી ના એક શેરિફ એટલે કે પોલીસ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી છે. સાથે જ જિલ્લા જજને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા છે.
કેન્ટકી પોલીસે જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ જજ કેવિન મુલિન્સ (54)ને ઘણી ગોળીઓ વાગી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પોલીસ ઈન્સ્પેક્ટર શોન એમ. સ્ટાઈન્સે જજની ચેમ્બરમાં દલીલ બાદ કેવિન મુલિન્સની ગોળી મારીને હત્યા કરી હતી. કેન્ટકી પોલીસે જણાવ્યું કે પોલીસ ઈન્સ્પેક્ટર શોન એમ. સ્ટાઈન્સ વિરુદ્ધ ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો કેસ નોંધવામાં આવ્યો છે.
કેન્ટકી સ્ટેટ પોલીસ ટ્રુપર મેટ ગેહર્ટે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ગોળીબાર કેન્ટકીના વ્હાઇટસબર્ગમાં લેચર કાઉન્ટી કોર્ટહાઉસમાં થયો હતો. જો કે તે સમયે કોર્ટ રૂમમાં અન્ય લોકો પણ હાજર હતા, પરંતુ ન્યાયાધીશની ચેમ્બરની અંદર કોઈ નહોતું અને કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. સ્ટાઈન્સે ગોળીબાર કયર્િ પછી આત્મસમર્પણ કર્યું અને ઘટનાસ્થળે જ તેની



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application