પોરબંદરના એકમાત્ર મલ્ટીપ્લેકસમાં જઇને સાતેક જેટલા ઇસમો લુખ્ખાગીરી કરતા હતા અને પોલીસને તે અંગેની જાણ થતા તેઓની અટકાયત કરીને ઓન કેમેરા ફિલમ ઉતારી માફી મંગાવવામાં આવી છે.
પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયાએ જણાવ્યુ હતુ કે ખાપટ વિસ્તારમાં આવેલ મેરેડીયન મલ્ટીપ્લેકસ ખાતે તાજેતરમાં સાત જેટલા ઇસમોએ ત્યાંના સ્ટાફ અને સિનેમામાલિક સાથે બોલાચાલી કરી આવારાગીરી આચરી હતી. જેમાં આદિત્યાણાના બાયપાસ રોડ પર નવાપરામાં રહેતા
રાજા જગા ગુરગુટીયા, રાજ દેવશી કારાવદરા, દેવા લીલા કડેગીયા, કરણ દેવસી દાસા, આદિત્યાણાના વાછરાડાડા ચોકમાં રહેતા યોગેશગર ખીમગર અપારનાથી, આદિત્યાણના મહેર સમાજ પાછળ રહેતા કાના બાલુ મોઢવાડીયા અને આદિત્યાણાના બાયપાસ રોડ પર રહેતા હરદીપ છગન ખૂંટી આ સાત ઇસમોની અટકાયત કરીને તેઓની સિનેમાના સ્ટાફ અને માલિક પાસે માફી મંગાવવામાં આવી છે અને તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.
બીજી બાજુ સિનેમાના માલિક રાજભાઇ ઓડેદરાએ એવુ જણાવ્યુ હતુ કે સ્વચ્છતા જાળવવાના હેતુ સાથે અમારા મલ્ટીપ્લેકસમાં પાન-માવા લઇ જવાની મનાઇ છે અને સીકયુરીટી ગાર્ડમાં અમે એકસ-આર્મીમેન રાખેલા છે તેમના દ્વારા આ સાત પૈકીના અમુક ઇસમોને પાન માવા લઇ જવા માટે મનાઇ ફરમાવી હતી ત્યા માથાકૂટ કરતા હતા એટલુ જ નહી પાર્કિંગમાં ગાડી રાખવા બાબતે પણ માથાકૂટ કરી હતી. આ શખ્શો પૈકી અમુક નશાની હાલતમાં પણ હતા અને સપરિવાર ઘરની મહિલાઓ સાથે ફિલ્મ જોવા આવેલ સારા ઘરના લોકોને તકલીફ થાય તે રીતે માથાકૂટ કરવામાં આવતી હતી માટે અંતે પોલીસને જાણ કરતા આ પ્રકારનું પગલુ પોલીસે ભર્યુ છે તે બદલ પોલીસને પણ અમે બિરદાવીએ છીએ તેમ જણાવીને મલ્ટીપ્લેકસના માલિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech