ગત સપ્ટેમ્બર માસની શઆતમાં રાજકોટમાં મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે અકસ્માત સર્યા બાદ વાગુદડના પાટીયે વડવાજડી ગામની સીમમાં આશ્રમ ધરાવનાર મહતં યોગી ઉર્ફે ધરમનાથ ધામેલીયાએ અહીં જાહેરમાં ધમાલ મચાવી હતી. બાદમાં તેમની કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિ હોવાનું પણ સામે આવતા એસસોજીની ટીમને મહંતના આશ્રમે તપાસ કરતા શંકાસ્પદ છોડ મળી આવ્યા હતા જેનું સેમ્પલ એફએસએલ રિપોર્ટ માટે ગાંધીનગર મોકલાવું હતું. જેનો રિપોર્ટ આવી જતા આ છોડ ગાંજાના હોવાનું સ્પષ્ટ્ર થતા અહીંથી મળી આવેલ ૬ કિલો ૪૯૦ ગ્રામ ગાંજાના વાવેતર અંગે મહતં યોગી ઉર્ફે ધરમનાથ સામે મેટોડા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આ મહંતની ધરપકડ કરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ગત સપ્ટેમ્બર માસમાં રાજકોટમાં મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે જીએસટી અધિકારીની કાર તેમનું ડ્રાઈવર થઈ રહ્યો હતો. ત્યારે અંડર બ્રિજ પાસે રોંગ સાઈડમાં ધસી આવેલી મહંતની કારે તેની સાથે અકસ્માત સર્યા બાદ મહતં કારમાંથી ફરસી લઈને ઉતર્યા હતા અને મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે જાહેરમાં ધમાલ મચાવી હતી. આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો.
બીજી તરફ આ ઘટનાના પગલે મહતં યોગી ઉર્ફે ધરમનાથ ઉર્ફે જીેશકુમાર નવીનચદ્રં ધામેલીયાના અન્ય કેટલાક કારનામાઓ પણ સામે આવ્યા હતા ત્યારે ગ્રામ્ય એસઓજી ના પી.એસ.આઇ બી.સી.મિયાત્રા તથા તેમની ટીમ અહીં વાગુદડના પાટિયે વડવાજડી ગામની સીમમાં આવેલા શ્રીનાથી મઢી અખિલ ભારતવર્ષીય અવધુત આશ્રમમાં તપાસ કરતા અહીંથી શંકાસ્પદ ગાંજાના છોડ મળી આવ્યા હતા જે ૬ કિલો ૪૯૦ ગ્રામ હોય જેથી તેનું સેમ્પલ એફએસએલ રિપોર્ટ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું. આ બાબતે જે તે સમયે મેટોડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી.
દરમિયાન આ છોડનો એફએસએન રિપોર્ટ આવી જતા અને આ છોડ ગાંજાના હોવાનું સ્પષ્ટ્ર થતા મહંતે યોગી ઉર્ફે ધરમનાથ ઉર્ફે જીેશકુમાર ધામેલીયાએ પોતાના આશ્રમમાં ૬ કિલો ૪૯૦ ગ્રામ ગાંજાનું વાવેતર જેની કિંમત પિયા ૬૪,૯૦૦ થતી હોય તેનું વાવેતર કર્યા અંગે મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એચ. શર્માની ફરિયાદના આધારે એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપી મહંતને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech