હડકવા અને ટિટનેસના લેવા પડ્યા ઇન્જેક્શન, ટ્વિંકલ ખન્નાએ શેર કરી ઘટના
અક્ષય કુમારની પુત્રીને પાલતું કૂતરુ કરડ્યું છે. ટ્વિંકલ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ તેના ફેન્સ સાથે કંઈકને કંઈક શેર કરે છે. આ વખતે અભિનેત્રીએ ક્રિસમસની એક ઘટના શેર કરી છે. તેણે જણાવ્યું કે, ક્રિસમસની રજાઓ દરમિયાન તેની પુત્રી નિતારાને તેના પાલતુ કૂતરાએ તેના બંને હાથ પર બટકા ભર્યા હતા.
ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર પોતાના બાળકોને મીડિયાથી દૂર રાખે છે. જો કે તેઓ અવાર-નવાર તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. હવે તાજેતરમાં અભિનેત્રીએ તેની પુત્રી સાથે થયેલા અકસ્માતનો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે થોડાં સમય પહેલા તેની પુત્રી નિતારાને તેના પાલતુ કૂતરાએ બટકા ભર્યા હતા. આ સમાચાર પછી ફેન્સ થોડાં ટેન્શનમાં આવી ગયા છે, પરંતુ તમને જણાવી દઈએ કે હવે ગભરાવાની કોઈ વાત નથી. હવે બધું બરાબર થઈ ગયું છે.
પાલતુ કૂતરો નિતારાને કરડ્યો
ટ્વિંકલ ખન્નાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં તેની તાજેતરની કોલમમાં આનો ઉલ્લેખ કર્યો હતો અને તેણે લખ્યું હતું કે, ક્રિસમસની રજાઓ દરમિયાન તેની પુત્રી નિતારાને તેનો પાલતુ કૂતરો તેના બંને હાથ પર કરડ્યો હતો. અભિનેત્રીએ આ કોલમમાં તેના પિતરાઈ ભાઈના પાલતુ કૂતરા ફ્રેડી અને તેની પુત્રીના તેના પ્રત્યેના જોડાણ વિશે વિગતવાર વાત કરી હતી.
નિતારાને આપ્યા હતા હડકવાના ત્રણ ઈન્જેક્શન
ટ્વિંકલે આ ઘટના વિશે આગળ લખ્યું કે, નિતારાને હડકવાના ત્રણ અને ટિટનેસનું એક ઈન્જેક્શન મળ્યા હતા. ક્રિસમસ પર કોઈએ આકસ્મિક રીતે બાળકોની સામે ચિકનની પ્લેટ મૂકી હતી અને ફ્રેડી પણ ત્યાં હતો. તે પ્લેટ પર કૂદી પડ્યો અને તેને ખાવા લાગ્યો હતો.
મારી 11 વર્ષની પુત્રીને ચિંતા હતી કે ફ્રેડી કદાચ લાકડા સાથે ચિકન ન ખાઈ જાય. તેણે તેને ખેંચવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે તેના પર હુમલો કરી દીધો અને નિતારાના બંને હાથ પર બટકા ભર્યા.
નિતારાની પ્રતિક્રિયા આવી હતી
ફ્રેડીના કરડ્યા પછી નિતારાની પ્રતિક્રિયા યાદ કરતાં ટ્વિંકલે લખ્યું છે કે, ‘હડકવાના ત્રણ ઈન્જેક્શન અને બાદમાં ટિટનેસનું એક ઈન્જેક્શન હોવા છતાં, તેને કોઈ અફસોસ નથી. નિતારા તેને અકસ્માત કહે છે. તેણે કહ્યું કે, ફ્રેડીનો અર્થ મને કરડવાનો ન હતો અને જ્યાં સુધી ફ્રેડી ઠીક છે, તો કોઈ ફર્ક નથી પડતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech