મંત્રાલયો ઘટશે, વૃદ્ધોનું પેન્શન વધશે અધિકારીઓ મોદી ૩.૦ની તૈયારીમાં

  • April 06, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કરી રહી છે. ભગવા પાર્ટીને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે. સરકારી અધિકારીઓ પણ આ બાબતે પૂરેપૂરા આત્મવિશ્વાસ ધરાવે છે. દેશના ટોચના અધિકારીઓ નવી સરકાર માટે એકશન પ્લાન બનાવવામાં વ્યસ્ત છે. જો પીએમ મોદી ત્રીજી વખત કાર્યભાર સંભાળે છે તો મંત્રાલયોની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે. હાલમાં કુલ ૫૪ મંત્રાલયો છે. આ સિવાય આગામી છ વર્ષમાં વિદેશમાં ભારતીય મિશનની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો થવાની પણ સંભાવના છે. ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધુ ખાનગી રોકાણ તેમજ પ્રાધાન્યતા પ્રોજેકટસ માટે જમીન સંપાદન સરળ બનાવવા માટે મિકેનિઝમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

કેબિનેટ સચિવ દ્રારા આ મહિને બોલાવવામાં આવેલી બેઠકો દરમિયાન ચર્ચા કરવા માટેના ડ્રાટ પેપરનો ઉદ્દેશ્ય ૨૦૩૦ સુધીમાં પેન્શન લાભો ધરાવતા વરિ નાગરિકોનો હિસ્સો ૨૨% થી ૫૦% સુધી બમણો કરવાનો છે. જયારે મહિલાઓની ભાગીદારી ૩૭% થી વધારીને ૫૦% કરવામાં આવશે. હાલ દુનિયામાં આ સરેરાશ લગભગ ૪૭ ટકા છે.
નવી સરકાર ઈ–વાહનોના વેચાણ પર ભાર મૂકશે. તેનો હિસ્સો ૭% થી વધારીને ૩૦% થી વધુ કરવાનો લયાંક નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા હાલમાં ૫ કરોડથી ઘટાડીને ૨૦૩૦ સુધીમાં ૧ કરોડથી ઓછી કરવાનો લયાંક પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ માટે આગામી છ વર્ષમાં ન્યાયતંત્રમાં ખાલી જગ્યાઓ ૨૨% થી ઘટાડીને ૧૦% કરવાની યોજના છે.

હાલમાં, દેશમાં સંરક્ષણ ખર્ચ જીડીપીના ૨.૪% થી વધારીને ૩% કરવા પર વિચારણા ચાલી રહી છે. સંશોધન માટે સંરક્ષણ બજેટનો હિસ્સો ૨% થી વધારીને ૩% કરવા પર પણ ચર્ચા થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન, સમગ્ર વિશ્વમાં શક્રોની આયાતમાં ભારતનો હિસ્સો અડધો કરવાની યોજના છે. આ દર્શાવે છે કે સરકાર સંરક્ષણ સાધનોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે તેના પ્રયત્નોને બમણા કરવા માંગે છે.


જો કે આમાંના ઘણા મુદ્દાઓ પર પહેલા પણ ચર્ચા કરવામાં આવી છે, પરંતુ ચૂંટણીની જાહેરાત પહેલા પીએમ સાથેની ચર્ચાએ તેમને પાટા પર પાછા લાવી દીધા છે. અગાઉની બેઠક દરમિયાન, અધિકારીઓએ પરિવહન ક્ષેત્રના મંત્રાલયોને મર્જ કરવાની હાકલ કરી હતી. કેબિનેટ સચિવ સ્તરે ચર્ચામાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં ૨૬ મંત્રાલયો સાથે સરકાર ચાલે છે, બ્રાઝિલમાં ૨૩ અને અમેરિકામાં માત્ર ૧૫ મંત્રાલયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application