પેસેન્જરે એર ઈન્ડિયા પર લગાવ્યો મોટો આરોપ,આ કારણે કહ્યું આ હતો એક દુઃસ્વપ્ન જેવો પ્રવાસ

  • June 17, 2024 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એર ઈન્ડિયા પર એક મુસાફરે એર ઇન્ડિયા કંપની પર મોટો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું છે કે નવી દિલ્હીથી નેવાર્ક (AI 105) સુધીની એર ઈન્ડિયાની બિઝનેસ ક્લાસ ફ્લાઈટમાં તેને અડધું પકાવેલું ભોજન પીરસવામાં આવ્યું હતું. આ આરોપ લગાવનાર મુસાફરનું નામ વિનીત છે. વિનીતે કહ્યું કે એર ઈન્ડિયાની આ ફ્લાઈટમાં મુસાફરી કરવી કોઈ દુઃસ્વપ્નથી ઓછી ન હતી.


ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાની આ ફ્લાઈટ પર તેણે એક્સ પર અનેક આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું કે તેને ગલ્ફ દેશની એરલાઈન એતિહાદમાં સસ્તા દરે મુસાફરી માટે ટિકિટ મળી રહી છે. તેથી તેણે એર ઈન્ડિયા પસંદ કરી કારણ કે તે અમેરિકાને નોન-સ્ટોપ સર્વિસ પૂરી પાડે છે. વિનીતે જણાવ્યું કે તેણે ઓફિસ ટ્રીપ માટે બિઝનેસ ક્લાસમાં ટિકિટ બુક કરાવી હતી.


હું તાજેતરમાં એર ઇન્ડિયામાં ગયો કારણ કે તેઓ એનવાય, શિકાગો અને લંડન માટે સીધી ફ્લાઇટ્સ ઓફર કરે છે જે મારા વારંવાર પ્રવાસના સ્થળો છે.


ફ્લાઈટમાં ચઢ્યા પછી મેં જોયું કે સીટ સાફ નહોતી. તે ખરાબ હાલતમાં હતી અને 35 માંથી ઓછામાં ઓછી 5 સીટ બેસવા માટે યોગ્ય ન હતી. આ સિવાય ફ્લાઇટ 25 મિનિટ મોડી ઉપડી હતી. જ્યારે મેં ટેકઓફ કર્યા પછી સૂવાનો પ્રયાસ કર્યો. ત્યારે સીટ સીધી નહોતી થતી. કારણકે તેની સિસ્ટમમાં ખામી હતી. તે કામ કરતી ન હતી. 10 મિનિટ સુધી પ્રયાસ કર્યા પછી મેં ક્રૂને બોલાવ્યા.


ટીવીની સ્ક્રીન પણ કામ કરતી ન હતી


આ પછી તેણે મને બીજી સીટ પર જવાનું કહ્યું. પછી હું ત્યાં સૂઈ ગયો. જાગ્યા પછી જ્યારે ભોજન પીરસવામાં આવ્યું ત્યારે તે અડધું રાંધેલું હતું. ટીવી સ્ક્રીન પણ કામ નહોતી કરતી. ખોલતાં જ 'Not found error' આવી રહી હતી. આ બધા પછી તેઓએ મારો સામાન પણ તોડી નાખ્યો. વિનીતે કહ્યું કે 5 લાખ રૂપિયાની રાઉન્ડ ટ્રીપ હતી, જે વ્યર્થ ગઈ. વિનીતના આ આરોપ પર હજુ સુધી એરલાઈન્સ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News