શહેરના નાના મવા રોડ પર શાસ્ત્રીનગર (અજમેરા)માં રહેતા અને વિરાણી અઘાટમાં કારખાનું ધરાવતા કારખાનેદારે દયા ખાઇ જીવરાજપાર્કમાં રહેતા શખસને વગર રોકાણે ધંધામાં ભાગીદાર બનાવ્યો હતો.આ શખસ અને પૂર્વ સેલ્સમેને મળી કારખાનેદાર સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
નાનામવા મેઈન રોડ પર શાસ્ત્રીનગર(અજમેરા) પાછળ વ્હાઈટ હાઉસ બંગલોમાં રહેતાં અને વિરાણી અઘાટમાં ઘનશ્યામનગર શેરી નં.ર ખાતે ખોડલ એસ્ટેટમાં વેરીટો ઈન્ડીયા નામનું હાર્ડવેર અને સેનેટરીવેરનું કારખાનું ધરાવતાં રસિકભાઈ વિરજીભાઈ ખાણધર (ઉ.વ.50)એ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પૂર્વ ભાગીદાર ધવલ વલ્લભભાઈ ખાંટ (રહે. ડી/1004, સત્યજીત સૌપાન એપાર્ટમેન્ટ, જીવરાજ પાક) અને પૂર્વ સેલ્સમેન હિતેષ હરિભાઈ કલોરાણીયા (રહે. પુનિતનગર શેરી નં.10, 150 ફુટ રીંગ રોડ) ના આપ્યા છે.
રસિકભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે,તેના કારખાને અને બીજી પેઢી વાયબ્રન્ટ મેટલ ટેકમાં ધવલ કોમ્પ્યુટર સર્વિસનું કામ કરવા આવતો હતો. જેને કારણે તેને 2006થી ઓળખે છે. જે-તે વખતે તેણે કહ્યું હતું કે તેની પાસે કોઈ ધંધો નથી, હાલ જે ધંધો છે તેમાં કમાણી નથી, જેથી તેના કારખાનામાં ગમે તે યુનિટમાં નોકરીમાં રાખી લેવા વિનંતી કરી હતી. પરિણામે તેને 2019માં તેના કારખાનામાં એકપણ રૂપિયાનું રોકાણ કરાવ્યા વગર 33 ટકાના ભાગીદાર તરીકે રાખ્યો હતો. જેનો દસ્તાવેજ પણ કર્યો હતો. ત્યાર પછી ધવલને માર્કેટીંગ, ઓફિસ વર્ક, એકાઉન્ટ અને ફાયનાન્સને લગતું તમામ કામ સોંપ્યું હતું. જેથી તે ટુરમાં જઈ વેપારીઓને શોધી લાવતો હતો. થોડા સમય બાદ ધવલે તેના કારખાનામાં હિતેષને માર્કેટીંગના કામ માટે રાખ્યો હતો. આ રીતે બંને આરોપી તેના કારખાનામાં સેલીંગ સહિતનું તમામ કામ સંભાળી, તમામ વહિવટ પણ કરતા હતા.
ર0ર3માં ફરિયાદીની તબિયત લથડતા બે- ત્રણ મહિના કારખાને જઈ શક્યા ન આ સમય દરમિયાન બંને આરોપીઓએ તેમની ગેરહાજરીનો લાભ લઈ તેના કારખાનાનો મહત્વનો ડેટા લઈ લીધો હતો. જે ડેટામાં પાર્ટીના કોન્ટેક, પ્રોડક્ટ કોસ્ટીંગ વગેરે હતા. એટલું જ નહીં બંને આરોપીઓએ તેની જાણ બહાર વાવડીમાં અલગથી બીજુ યુનિટ ઉભું કરી તેમાં મેટ ફોકસ મેટલ નામનું કારખાનું શરૂ કરી દીધું હતું. પોતાની બ્રાન્ડનું નામ અશ્વેધ રાખ્યું હતું. ગઈ તા.31-3-2024ના રોજ ધવલે તેને કહ્યું કે કારખાનામાં મને 50 ટકા ભાગીદારી કરી આપો અથવા તો હિસાબ આપીને છૂટ્ટો કરો. જેથી તેને ભાગીદારીમાંથી છુટ્ટો કર્યો હતો. તે વખતે તેનો હિસાબ પણ કરી દીધો હતો. નોટરી રૂબરૂ ભાગીદારી છુટ્ટી થયાનો દસ્તાવેજ પણ કર્યો હતો. ધવલ પાસે તે વખતે તેના હસ્તકના અલગ-અલગવેપારીઓ પાસેથી રૂા.56.47 લાખ લેવાના નીકળતા હતા. આ તમામ વેપારીઓની માહિતી માત્ર ધવલ પાસે જ હતી. જેથી તે ઉઘરાણું કરી રકમ ચુકવી આપશે તેવું નકકી થયું હતું.
ભાગીદારી છુટ્ટી થયા બાદ ધવલે વેપારીઓ પાસેથી લેવાના થતા રૂા.56.47 લાખ ઉઘરાણી કરી તેને આપ્યા ન હતા. આ બાબતે આજ સુધી કોઈ જવાબ પણ આપ્યો નથી. એટલું જ નહીં તેના માણસ હિતેષને પણ સાથે લઈ ગયો હતો. બંને આરોપીઓએ તેના ગ્રાહકો પાસે જઈ એવું કહેવાનું શરૂ કર્યું હતું કે વેરીટો બ્રાન્ડના અમે માલીક છીએ, આ બ્રાન્ડને પ્રિમીયમ સેગમેન્ટમાં ક્ધવર્ટ કરી છે, હવેથી અમે તમને અશ્વેધ બ્રાન્ડનો માલ આપીશું, વેરીટો બ્રાન્ડનો માલ તમારી પાસે પડયો હોય તો અમને પરત આપી દયો, તે માલ હવે વેચવાનો નથી. આ રીતે તેની બ્રાન્ડનો માલ વેપારીઓ પાસેથી પાછો મંગાવે છે અને પોતાનો માલ મોકલે છે. જેનું પેમેન્ટ તેણે કરવું પડે છે. પરિણામે ધંધામાં મોટી આર્થિક નુકસાની થઈ છે થઈ છે. આ ઉપરાંત બંને આરોપીઓએ સોશિયલ મીડીયામાં વેરીટોના માલીક હોય તે રીતે પોતાના મોબાઈલ નંબરો લખી નાખ્યા હતા. તેના પુત્રનું બાઈક કિંમત રૂ.3.47 લાખ અને અને બે મોબાઈલ ફોન કિ.રૂ 1.80 લાખ પણ લઈ જઈ પરત આપ્યા નથી.જેથી અંતે વેપારીએ બંને સામે ફરિયાદ નોંધવતા પોલીસે છેતરપિંડી-વિશ્ર્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી ધવલને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા: અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે પગલા લેવા કલાપ્રેમીઓની પ્રબળ માંગ
November 14, 2024 10:36 AMકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસે લોકસંપર્ક યોજાયો
November 14, 2024 10:32 AMજામજોધપુરમાં કચરો સળગાવતી વેળાએ દાઝી જતા મહિલાનું મોત
November 14, 2024 10:28 AMકાલાવડમાં લગ્નની લાલચ આપી તરૂણીનું અપહરણ
November 14, 2024 10:27 AMયાત્રાધામ દ્વારકામાં 12.03 કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત
November 14, 2024 10:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech