એશિયાના સૌથી ધનિક વ્યકિત અને ભારતના સૌથી ધનિક ઉધોગપતિ મુકેશ અંબાણી અમીરોની વૈશ્વિક યાદીમાં એક સ્થાન નીચે આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેકસ (૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪)ની નવીનતમ યાદી અનુસાર, મુકેશ અંબાણી હવે આ યાદીમાં ૧૨મા સ્થાને આવી ગયા છે. ભારતના ઉર્જા ક્ષેત્રના બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી લાંબા સમયથી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેકસમાં ૧૧મા ક્રમે હતા, પરંતુ સ્પેનના રિટેલ સેકટરના બિઝનેસમેન અમાનસિઓ ઓર્ટેગા ગાઓનાએ આ વખતે તેમની પાસેથી આ સ્થાન છીનવી લીધું છે. બિઝનેસમેન ઓર્ટેગા અમાનસિયોને ૨૦૧૬માં તેને દુનિયાના સૌથી ધનિક વ્યકિતનો તાજ પણ મળ્યો હતો. તેમની સૌથી પ્રખ્યાત બ્રાન્ડ ઝારા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેકસ અનુસાર, મુકેશ અંબાણીએ ગઈકાલે તેમની સંપત્તિમાં ૩૩૫ મિલિયન ડોલરનો વધારો કર્યેા છે. આ રીતે, તે ૧૧૨ અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે ૧૨માં સ્થાને આવી ગયા છે. અગાઉના દિવસે, રિલાયન્સ ગ્રુપના શેરની કિંમતમાં ઘટાડાને કારણે, મુકેશ અંબાણીની નેટવર્થ ૧૭૯ મિલિયન ડોલર ઘટીને ૧૧૧ બિલિયન ડોલર થઈ હતી, જેના કારણે તેઓ ૧૧માં સ્થાનેથી ૧૨માં સ્થાને આવી ગયા હતાયારે ઓર્ટેગા અમાનસિયોની નેટવર્થ ૧.૨૪ બિલિયન ડોલર વધી અને કુલ સંપત્તિ ૧૧૩ બિલિયન ડોલર સાથે, ઓર્ટેગા અમાનસિયો બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેકસમાં ૧૧ માં નંબર પર આવી ગયા.
અમાનસિયો બ્લૂમબર્ગ એક સ્પેનિશ અબજોપતિ ઉધોગપતિ છે જે ઈન્ડિટેકસ ફેશન ગ્રુપના સ્થાપક અને ભૂતપૂર્વ ચેરમેન છે. ઈન્ડિટેકસ ફેશન ગ્રૂપ મુખ્ય લકઝરી ફેશન બ્રાન્ડ ઝારા અને બેશ્ર્કાના કપડા સ્ટોર્સ માટે જાણીતું છે. ઉપરાંત, તે ફેશનમાં અગ્રણી માનવામાં આવે છે. ઓર્ટેગા અમાન્સિયો ઈન્ડેટેકસ કંપનીમાં ૫૯ ટકા હિસ્સો ધરાવે છે. ઓર્ટેગાએ ૧૯૭૫માં ઝારાનો પહેલો સ્ટોર ખોલ્યો અને ૧૯૮૫માં ઈન્ડેટેકસ નામની હોલ્ડિંગ કંપની બનાવી. ઈન્ડિટેકસ ફેશન ગ્રુપ એ ઝારા અને ૭ અન્ય રિટેલ બ્રાન્ડસની મૂળ કંપની છે. તેના વૈશ્વિક સ્તરે ૭૪૦૦ થી વધુ રિટેલ સ્ટોર્સ છે અને ગયા વર્ષે તેની આવક ૩૪.૧ બિલિયન ડોલર હતી. ભારતમાં ઝારા સ્ટોર્સ ટાટા ગ્રુપ દ્રારા ચલાવવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech