અમદાવાદની જાણીતી કેડિલા ફામર્સ્યિુટિકલ લિમિટેડના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જે મામલે આજે રાજીવ મોદી સોલા નિવેદન નોંધાવવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. ઉલ્લેખનીય છે કે કેડિલાના રાજીવ મોદી છેલ્લા કેટલાય સમયથી આ કેસમાં પોલીસ પકડથી દૂર હતા. ત્યારે હવે પહેલી વાર પોલીસ સમક્ષ હાજર થયા છે.
આ કેસમાં ફરિયાદ નોંધાવનાર બલ્ગેરિયન યુવતીને પણ પોલીસે નિવેદન માટે બોલાવી હતી. પરંતુ તે નિવેદન આપવા આવી ન હતી. પોલીસને હજુ સુધી જાણ નથી કે યુવતી ક્યા ક્યા છે. જો કે અમદાવાદ સીપીએ દાવો કર્યો હતો કે બલ્ગેરિયન યુવતી પોતાના વતન પરત ફરી છે. જ્યારથી બલ્ગેરિયન યુવતીએ ફામર્િ કંપ્ની કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે ત્યારથી આ કેસમાં અનેક વળાંકો આવી રહ્યા છે. શહેરના હાઈ પ્રોફાઈલ કેસમાં રાજીવ મોદી છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતા ત્યારે આજે સવારે અચાનક રાજીવ મોદી સોલા પોલીસમાં હાજર થયા હતા. પોલીસ દ્વારા તેમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે.
આ કેસમાં અગાઉ ફરિયાદી બલ્ગેરિયન યુવતી ગુમ થઈ હતી, જે અંગેની ફરિયાદ યુવતીના વકીલે જેસીપીને કરી હતી. આ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે 24 જાન્યુઆરી બાદથી યુવતીનો સંપર્ક થઇ શક્યો નથી તેમજ તેની સુરક્ષાને લઈને ચિંતા પણ વ્યક્ત કરી હતી. વકીલે ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લે યુવતીનો સંપર્ક રીંગરોડ પર આવેલા બાલાજી અગોરા મોલ પાસે મળી આવ્યો હતો. થોડા દિવસ બાદ યુવતી પોતાના વકીલ સાથે તપાસ અધિકારીને નિવેદન નોંધાવવા જવાની હતી પરંતુ અધિકારી તેમના કામમાં વ્યસ્ત હોવાથી નિવેદન નોંધાયું ન હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMદ્વારકા નજીક પૂરઝડપે જતી કારની હડફેટે ભેંસનું મૃત્યુ
September 20, 2024 12:24 PMમૂર્તિઓની ફેંકાફેંકી કરી વિસર્જન આ કેટલા અંશે વ્યાજબી?
September 20, 2024 12:23 PMજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech