શહેરમાં ૬૨ અતિ કુપોષિત અને ૪૦૦થી વધુ મધ્યમ કુપોષિત બાળકોના પોષણ સ્તરની ચકાસણી કરાઈ

  • September 06, 2023 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકાર દ્રારા કુપોષણ બાળકમાંથી સુપોષણ યુકત બાળકની સિદ્ધિઓ હાંસલ કરવા વિવિધ યોજનાઓ અને લાભો આંગણવાડીના માધ્યમથી પહોંચાડવામાં આવે છે. વર્ષનો સપ્ટેમ્બર માસ એટલે પોષણ માસ. પોષણ માસ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં ૩ની કુલ ૩૧ આંગણવાડી કેન્દ્રો ખાતે ઓમ નમ: સેવા ફાઉન્ડેશન અને આઈ.સી.ડી.એસ.વિભાગના સયુંકત ઉપક્રમે આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ૬૨ અતિ કુપોષિત અને ૪૦૦થી વધુ મધ્યમ કુપોષિત બાળકોના પોષણ સ્તરની ચકાસણી કરાઇ હતી.

વોર્ડ નં ૩ના કુલ ૩૧ આંગણવાડી કેન્દ્રોના ૬૨ અતિ કુપોષિત બાળકો અને ૪૦૦થી વધુ સામાન્ય વજન અને મધ્ય કુપોષિત વજન ધરાવતા બાળકોના પોષણ સ્તરની ચકાસણી કરવામાં આવેલ હતી. આ સમગ્ર તપાસ આરોગ્ય વિભાગની આરબીએસકે ટીમ દ્રારા કરવામાં આવેલ હતી. બાળકોની આરોગ્ય ચકાસણી કર્યા બાદ ઓમ નમ: સેવા ફાઉન્ડેશન દ્રારા બાળકોને પ્રોટીન પાઉડર અને પોષણ આહાર આપવામાં આવેલ હતો તેમજ પ્રોટિન ડિ્રન્ક ફ્રત્પટ આપવામાં આવેલ હતુ. બાળકોના પોષણસ્તર અંગે જાગૃત અને સતત માર્ગદર્શન આપનાર ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે. વોર્ડ નં.૩ના તમામ કોર્પેારેટર કુસુમબેન સુનીલભાઈ ટેકવાણી, નરેન્દ્રસિંહ (ટીકુભાઇ) જાડેજા, બાબુભાઇ ઉધરેજા, અલ્પાબેન દવે, શિક્ષણ સમિતિના સભ્ય હિતેશ્ભાઈ રાવલ, વોર્ડ મહામંત્રી અભયભાઇ નાંઢા, હેમતભાઇ અમૃતિયા, મહિલા મોરચા ઉપપ્રમુખ દક્ષાબેન વાઘેલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોકત કાર્યક્રમ માટે આઇસીડીએસ વિભાગના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફીસર તૃીબેન કામલીયા અને સીડીપીઓ જયશ્રીબેન સાકરીયા તથા એન.એન.એમ. સ્ટાફ તથા આંગણવાડીના કાર્યકર બહેનો દ્રારા જહેમત ઉઠાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application